માતાના દૂધનો ધીકતો ધંધો…!!

0
811

(પ્રિતી ધોળકિયા-મુંદ્રા,કચ્છ)
ધરતી પરનું કાંઇ અમૃત છે તો એ માં દૂધ છે. પણ આજે અમૃત નો ધંધો થઇ રહ્યો છે. જમાનો જાણે માર્કેટીંગનો છે જે દેશમાં એક સમયે ગાયનું દૂધ વેંચવામાં પાપ મનાતું હતું ત્યાં આજે માતાના દૂધ નો ધંધો શરૂ થયો છે. ઇન્ટરનેટના માધ્યમથી લાખો માતાઓ પોતાનું દૂધ ઓનલાઇન વેચી અથવા ખરીદી રહી છે. અમેરિકાની તો કેટલીક કંપનીઓએ માતાના દુધનું પ્રમોસિંગ કરીને તેને વેંચવાનો રીતસરનો ઊદ્યોગ શરૂ કર્યો છે. ઉપરાંત માતાના દુધમાંથી આઇસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ જેવા ખાદ્ય પદાર્થો બનાવીને તેનું પણ વેંચાણ થવા લાગ્યું છે. આ કરતી માતાઓના બાળકો જ ભૂખ્યા રહી જાય છે..!
માતાના દૂધનું ઓનલાઇન વેંચાણ પણ વધી રહ્યું છે. વિદેશોમાં ઘણી વેબસાઇટો ઉપર સહેલાઇથી માતાના દૂધના ખરીદ વેંચાણ થઇ શકે છે. સ્ત્રીઓ પોતાનું દૂધ પમ્પ દ્વારા કાઢીને તેને ફ્રીજ માં રાખી મૂકે છે. દૂધનો પર્યાપ્ત જથ્થો ભેગો થઇ જાય. ત્યારે તેને વેબસાઇટ પર વેચવા મૂકે છે. સ્ત્રીને ઓનલાઇન પેમેન્ટ મળી જાય તે કુરીયર દ્વારા પોતાનું દૂધ ખરીદરનારને મોકલી આપે છે..!
માતાના દૂધનો ધંધો કરતી પ્રોલોકય કંપનીએ ગયાં વર્ષે 24 લાખ ઔંસ જેટલા દૂધની ખરીદી કરી હતી. તેઓ દૂધ વેંચતી માતાને એક ઔંસના એક ડોલર મુજબ ચૂકવણી કરે છે. ચાલુ સાલે પ્રોલેકટા કંપની 34 લાખ ઔંસ દૂધ ખરીદવાની ધારણા રાખેલ છે. આ કામમાં ગરીબીવશ સ્ત્રીઓ દૂધ વેચવાના ધંધામાં વધુ પ્રવેશે છે. પ્રોલેકટા કંપની માતાના દૂધમાંથી અધૂરા મહીને જન્મેલા બાળકો માટે પોષક દવા બનાવે છે. જેથી કિંમત એક ઔંસના 180 ડોલર જેવી ભારે હોય છે.
માતાના દુધનો ઉપયોગ માત્ર બાળકોના લાભાર્થે કરવામાં આવે છે તેવું પણ નથી. અમેરિકાના ઘણા પુરુષો પોતાના સ્નાયુઓને મજબૂત બનાવવા માતાના દૂધનું સેવન કરતા થયા છે. માતાના દુધનો ઉપયોગ કરીને ફુડ સપ્લિમેન્ટ બનાવવા લાગી છે. કેન્સરના ઘણા દર્દીઓ કરે છે. કેન્સરના ઘણા દર્દીઓ કહે છે કે માતાના ધાવણનું નિયમિત સેવન કરવાથી તેમને ફાયદો થયો છે. એક જાણીતી કંપની નેરલે કંપની તો માતાના દૂધમાંથી ચીઝ, આઇસ્ક્રીમ અને ચોકલેટ બનાવવાની સંભાવના પણ ચકાસી રહી છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા માતાના દુધનો મહિમા વર્ણવતી જાહેરખબરો પ્રકાશિત થતી હતી ત્યારે આપણને લાગતું હતું કે તેઓ સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે આ ઝુંબેશ ચલાવી રહ્યા છે. હવે ખ્યાલ આવે છે કે તેઓ માતાના દૂધનો પ્રચાર મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડકટના રૂપમાં કરતા હતા. માતાઓને દૂધ વેચવા મજબૂર કરી આ કંપનીઓ ભવિષ્યમાં અબજો ડોલરનો નફો કરવા માગે છે. હાલમાં ભારતમાં પણ ઘણી કંપનીઓ આ વ્યવસાયમાં ઝંપલાવી ધીકતો ધંધો કરવાની તૈયારીઓ માં છે..!

priti_preet@gmail.com

NO COMMENTS