સતત નવમાં વર્ષે : મુકેશ અંબાણી ભારત ની સૌથી અમીર હસ્તી

0
157

રિલાંયસ ઇન્ડ. ના મલિક મુકેશ અંબાની સતત નવમાં વર્ષે ભારતના સૌથી ધનિક હસ્તી ના લીસ્ટમાં આવ્યા છે. અને તેમની સંપતિ કુલ 22.7 અબજ ડોલર ની છે. સનફાર્માના દિલીપ સંઘવી 16.9 અબજ ડોલર ની સંપતિ સાથે બીજા સ્થાને છે.
જયારે ધનીક વ્યકિતના ફોર્બ્સ પત્રિકા ના નવા વાર્ષિક લીસ્ટમાં હિંદુજા પરિવાર 15.2 અબજ ડોલર ની સંપતિ સાથે ભારત ના ધનિક લોકોના ત્રીજા સ્થાન ઉપર આવ્યા છે. ભારતની 100 સૌથી વધુ ધનિક હસ્તિયો ના લિસ્ટમાં વિપ્રો અને અજીમ પ્રેમજી એક સમયે ચોથા સ્થાપ આવી ગયા છે. તેમની સંપતિ 15 અબજ ડોલર છે.
ભારતમાં પાંચમાં અમીર લોકોના લીસ્ટમાં પાંચમા સ્થાને ક્ધસ્ટ્રકશન કંપની ના માલિક પેલોન્જી મિસ્ત્રી તેની સંપતિ 13.9 અબજ ડોલર છે. લક્ષ્મી મિતલ આ લિસ્ટમાં છ ઠ્ઠા નંબર પર છે. ગોદરેજ ફેમીલી 7 માં ક્રમે છે. જેની સંપતિ 12.4 અબજ ડોલર છે. એચસીએલ ના શિવ નાદર આઠમા ક્રમાંક ઉપર છે. તેની સંપતિ 11.4 અબજ ડોલર છે. આદિત્ય બિરલા નવમાં સ્થાને છે તેની સંપતિ 8.5 અબજ ડોલર છે. સાઇરસ પુનાવાલા 10 માં સ્થાને રહી સંપતિ 8.6 અબજ ડોલર છે.
મુકેશ અંબાણી વૈશ્ર્વિક લિસ્ટમાં 36 માં સ્થાને છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS