મુંબઇ : પારલે-જી ની 87 વર્ષ જૂની ફેકટ્રી બંધ કરાઇ

0
576

પારલે જી બિસ્કીટ બનાવનાર મુંબઇ સ્થિત વિલે પાર્લે ખાતે આવેલી સૌથી જૂની ફેકટ્રી બંધ થઇ ગઇ છે. ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત બિસ્કિટ પારલે જી ની આ ફેકટ્રી 87 વર્ષ જૂની હતી. આ ફેકટરી તાજેતરમાં બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, પારલે પ્રોડકટ પ્રાઇવેટ લિમિટેડ ની આ કંપની ની સ્થાપના 1929 માં કરવામાં આવી હતી. અને 1939 માં પારલે જી નું ઉત્પાદન શરુ કરાયું હતું. ત્યારથી આખા ભારત દેશમાં પારલે જી ના ગ્લુકોઝ યુકત બિસ્કીટનું ઉત્પાદન કરી વહેંચાણ કરાતું હતું. કંપનીના આ નામ પરથી જ વિલે પાર્લે વિસ્તારને પસંદ કરાયું હતું. છેલ્લા ઘણા વર્ષો થી આ ફેકટ્રી એક લેન્ડમાર્ક હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી ઓછા ઉત્પાદન ને ધ્યાને રાખી મેનેજમેન્ટે આ ફેકટ્રીને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે થોડા સમયથી ઉત્પાદન કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા અઠવાડિયામાં તો ફેકટ્રીના દરવાજા જ બંધ કરી દેવામાં આવ્યા છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS