અઢી વર્ષ પછી શા માટે ગુજરાતમાં પી.એમ. ની પહેલી જાહેરસભા ..?

0
138

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે સૌની યોજના નું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે જનસભા નું અયાોજન કરાયું હતું. મોદી પી.એમ. બન્યા બાદ ગુજરાતમાં તેમની સૌ પ્રથમ આ સભા યોજાણી હતી. આ ઉદઘાટન અને જાહેરસભા રાજકારણમાં ઘણી મહત્વની સાબિત થઇ શકે છે. ગુજરાત તે સ્થળ છે જયાં ભાજપનો ગઢ છે. ભાજપ માટે પોતાના જ ગઢમાં હાલમાં ઘણી મુશ્કેલીઓ સર્જાણી હતી. જેમાં પાટીદાર આંદોલન, ઉના દલિત અત્યાચાર ના બે મોટા બનાવો અહીં ભાજપના ગઢમાં બની ગયા હતા જે ગઢ ના કાંગરા ખરવા બાબત સાબિત થયા હતા. આ બન્ને બનાવો બાદ ગુજરાતમાંથી આનંદીબેન પટેલ ને સી.એમ. તરીકે સાઇડ કોર્નર કરી ડે. સી.એમ. તરીકે નીતીન પટેલને બેસાડયા જેથી પટેલ સમુદાય ને ખુશ કરી શકાય તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જીતુભાઇ વાઘાણી ની વરણી કરાઇ હતી.
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. મોદી ને આજસુધી પ્રધાનમંત્રી સુધીની સફરમાં પહોંચાડવા માટે ગુજરાત રાજયનો સિંહફાળો છે. આવા સંજોગોમાં જો આવનાર ચૂંટણીમાં ભાજપ પોતાની સીટો ખોઇ બેસે તો મોદી માટે એક શરમજનક ઘટના સાબિત થાય. પાટીદાર આંદોલન, ઉના દલિત કાંડ મામલે ભાજપની છબી ખરડાણી છે. હાલમાં પણ આનંદીબેન ને સાથે રાખવામાં આવી રહ્યા છે. અને પી.એમ. મોદીએ પોતાના ભાષણ દરમિયાન આનંદીબેન નો ઉલ્લેખ કર્યો હતો.
ભાજપ માટે ચિંતાનો વિષય એક જ માત્ર છે તે ગ્રામીણ વિસ્તાર કે જે વિસ્તારોમાં ભાજપ પોતાની વોટબેંક ખોઇ રહી છે. ભાજપ ની વોટબેંક માત્ર શહેરી વિસ્તાર રહ્યો છે. ગુજરાતમાં 112 વિધાનસભા ની શીટ ગ્રામીણ અને 72 શહેરની છે. પી.એમ. મોદીએ ગુજરાતની બધી જવાબદારી અમીત શાહ ઉપર નાંખી છે. બાદમાં અમીત શાહ દ્વારા સી.એમ. અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ની નિયુકિત કરાઇ છે.

(રાજકિય એનાલીસીસ-સુત્રોમાંથી)

NO COMMENTS