નવજોત સિંહ સિધુ આલીશાન બંગલા માં રહે છે

0
104
Navjot Singh Sidhu's Amritsar Residence
Navjot Singh Sidhu's Amritsar Residence

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના રાજકારણી નેતા કોંગ્રેસમાં તાજેતરમાં જોડાયા છે ત્યારે આપણે નવજોત સિંહ સિધુ ની ખાસ વાત જાણીએ નવજોત સિંધુ ની જિંદાદીલી અને તેની જિંદગી વિષે જાણીએ તો કે તેમનું ઘર આલીશાન અને આકર્ષક છે. સિદ્ધુનું ઘર 49 હજાર 500 વર્ગ ફૂટ ફૂટમાં અને 25 કરોડની કિંમતના ઘરમાં રહે છે. અમૃતસરમાં બનાવેલા આ નવા ઘરમાં ગૃહપ્રવેશ તો કર્યો પરંતુ તે સમયે સિધ્ધુનો પરિવાર અહીંયા રહેવા નહોતો આવ્યો. લગભગ ઘર બન્યા બાદ એક વર્ષ પછી 2015 માં તેમનો પરિવાર આ ઘરમાં રહેવા આવ્યો હતો. આ આલીશાન ઘરમાં સ્વિમીંગ પૂલ, જીમ અને સ્પા જેવી સુવિધાપૂર્ણ છે. ખાસ વાત એ છે કે, તેના ઘરમાં એક શિવલીંગ ની સ્થાપના કરવામાં આવી છે. જે ખાસ સિંગાપોર થી મંગાવવામાં આવ્યું હતું. જેની કિંમત લગભગ 2.5 કરોડ જેટલી છે. આ તેનું ઘર બનાવવા ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. શિવલીંગ ની સ્થાપના માટે અલગ અલગ જગ્યાએથી પંડિતો ના હસ્તે શિવલીંગની સ્થાપના કરી હતી. ઉપરાંત માતા ગાયત્રી ભગવાન ગણેશ અને બીજા ભગવાનો ની કિંમતી મૂર્તિયોની પણ સ્થાપના કરી છે. એક સ્પેશ્યલ રુમમાં ગુરુગ્રંથ સાહેબ પણ રાખવામાં આવ્યા છે. સિંધુએ પોતાના ઘરના બગીચામાં 100 થી 600 વર્ષ જૂના ઝાડપાન પણ ઉગાડયા છે. આ વૃક્ષો વિવિધ શહેરોમાંથી મંગાવવામાં આવ્યા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS