“નવ” રાત્રિ નું મહત્વ : ગરબા શબ્દનો અર્થ : આ વર્ષનો ટ્રેન્ડ

0
288

(અન્વી ત્રિવેદી- અમદાવાદ)

આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘણા તહેવારો હોય છે જેમાં ભગવાન ખુદ આપણા ઘરે બિરાજમાન થાય છે. જેમકે ગણેશ ચતુર્થી, દશામાના વ્રત, નવરાત્રિ જેમાં અંબામા આપણા ઘરે નવ દિવસ પધારે છે.
નવરાત્રિ એટલે નવ દિવસ આદ્ય શકિત માતા નવદુર્ગાની ઉપાસના અને ભકિત કરવાના દિવસ..
ગરબા વિષે માહિતી :
નવરાત્રિએ ભારતમાં સૌથી જાણીતો તહેવારોમાનો એક છે અને આ તહેવારમાં ગરબા રમવાનું વિશેષ મહત્વ હોય છે. ગરબા એ મુખ્યત્વે ગુજરાત, ભારતના ખુબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુલક પક્ષની એકમની નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે.
આ રાત્રીઓ નવરાત્રિ તરીકે જાણીતી છે.
નૃત્ય ઉપરાંત નવરાત્રિમાં કાણાંવાળી મટકીમાં અંદર જયોત મૂકીને બનાવાતા દીવાને પણ ગરબા કહેવાય છે.
અને મોહલ્લા-સોસાયટીમાં મુકાતી ભગવાનના ફોટા વાળી માંડવીની આજુબાજુ પણ ગરબા ગવાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીની સ્તુતિમાં ગવાતા ગીતોને પણ ગરબા કહેવાય છે.
ગરબા શબ્દનો અર્થ :
ગરબો મૂળ સંસ્કૃત શબ્દ પર થી આવેલો છે. શબ્દ છે ગર્ભદીપ, ગોરભો એ શબ્દ માટે આપણા વિદ્વાનો એકમત નથી તેથી દીપગર્ભ, ગરબો એ બધા શબ્દનું અપભ્રશ થતા ગરબા શબ્દનું અસ્તિત્વ આવ્યું હશે તેમ મનાય છે ઇ.સ. 1780 માં વલ્લભ મેવાળાએ ગનગ મંડળ કરી ‘ગાગરી રેમાં સકલ શોભા ભરી રે’ માં નામનો ગરબો રચ્યો હતો. પ્રાચીન ગરબાનું લોક સંગીત જેના તાલોમાં એકતાલ, દાદરા, દીપચંજી, કરવા, ધુમાડી, સારંગ, ઝીંઝોટી, બાગેશ્રી, માંક, કાફી, કાલિંગડા, દેશ ,ગારા, ખમાજ વગેરેની છાયા હોય છે. અત્યારના સમયમાં આ રીતના રાગ અને તાલ ઓછા જોવા મળે છે. અત્યારે યુવાનો બોલીવૂડના ગીતો પર ગરબે ઘુમતા જોવા મળે છે. પરંતુ એક વાત તો માનવીજ રહી કે પ્રાચીન ગરબાની તાલે ઝુમવાની મઝા જ કંઇક અલગ છે.

અર્વાચીન ગરબો :
ગરબાએ ગુજરાતી સાહિત્ય અને સંગીત સાથે એટલો ગાઢ સંબંધ ધરાવે છે કે બિન ગુજરાતીઓ પણ ગુજરાતી સંગીતની વાત આવે એટલે ગરબાનું અર્થઘટન આપો આપ કરી લે છે.
ગરબાના પ્રકાર :
પ્રાચીન ગરબો, લોકવાદન, લોકસંગીત, અને લોકનૃત્ય માંથી પ્રાચીન ગરબો પ્રગટે છે. પ્રાચીન ગરબામાં ગીત, લય, તાલ, તાલી, ચપટી, ઠેસ, વર્તુળકાર તાળી છે. એ ગરબાના મુખ્ય અંગો  ગણી શકાય.
ગુજરાતભરના માતાજીના વિવિધ રૂપોની સ્તુતિમાં અનેક લોક ગરબા ગવાય છે પણ અત્યારે પ્રાચીન ગરબાની સાથે સાથે ઇન્ડો વેસ્ટર્ન ગરબાનો પણ જમાનો છે. અત્યારે નવરાત્રિ નામ પડે એટલે યુવા મહેરામણ ગરબે ઘૂમતું હોય એવા દ્રશ્યો જ આંખ સામે તરવળે છે. નવરત્રિનું બીજું નામ જ ગરબા જ બની ગયું છે. આ સાલની નવરાત્રિની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે દર વર્ષે કંઇક ને કંઇક નવીનતા આવતી રહેતી હોય છે એ પછી ફેશનમાં હોય કે ગરબાના સ્ટેપમાં હોય..
આ વર્ષનો ટ્રેન્ડ :
આ વખતે માર્કેટમાં જાત ભાતની ચણીયાચોલી જોવા મળે છે અને બધી જ છોકરીઓને એવું હોય કે હું તો કેવી નવી અને અલગ ચણીયાચોલી પહેરું કે જેથી અલગ લાગુ દરેક યુવક યુવતીઓ નવરાત્રિના નવ દિવસમાં પોતાની જાતને સ્પેશીયલ ફીલ કરે એટલે નવી ફેશન માર્કેટમાં જોવા મળે છે. યંગસ્ટાર્સ કલર અને ડિઝાઇનવેર ને મહત્વ આપતા હોય છે હવે યુવાનોમાં પરંપરાગત ચણીયાચોલી થી થોડા દૂર હટી ને નવી ડિઝાઇનર ચણીયાચોલી પહેરવાનો ક્રેઝ વધ્યો છે. ઘણા યુવાનો પોતાની રીતે ટ્રેડિશનલવેર જાતે ડિઝાઇન કરાવે છે.
ડિઝાઇનવેરની સાથે આ વર્ષે હવે યુવતીઓ વજનદાર એસેસરીઝ પહેરવાનું પસંદ નથી કરતા પણ વજનમાં ખુબ જ હલકા ઓર્નામેન્ટસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ નવરાત્રિમાં ગામઠી અને પરંપરાગત કલર્સ વધુ જોવા મળે છે. લાલ,લીલો, પીળો, કથાઇ જેવા ટ્રેડિશનલ કલર્સ લોકો પસંદ કરે છે. આ વખતે ટ્રેડિશનલ લેટેસ્ટ છે શ્રગની ફેશન જેથી ચૂંદડી પહેરવાની જરૂર નથી પડતી અને યુવતીઓ કમ્ફર્ટેબલ ફરી શકે છે. સાથે કોડિયાની જગ્યાએ ક્રોપટોપ પણ આ વખતે ઇન છે. જેથી લીક અટ્રેકિટવ લાગે છે.
આ વર્ષે યુવતીઓ લેયર્સવાળા કોટર્ન ના ચણીયાચોલી ઉપર પસંદગી ઉતારી રહી છે. અને પોતાના લુકને આકર્ષિક બનાવી રહ્યા છે. સાથે જે આ વખતે જો ફેમસ સોન્ગસમાં યુનીકનેસ જોવા મળે છે. જેમ કે ભાંગડા વિથ ગરબા, સાલ્સા વિથ યુનિક ગરબા, સતાહે આ વખતે ગરબામાં દીલવેલ સ્ટેપ જોવા મળશે, આતો થઇ સ્ટેપની વાત હવે જો ગરબાના ગીતોની વાત કરીએ તો તેમાં આ વર્ષે કાલા ચશ્મા પણ યુવાનો ને ગરબે ઘૂમાવશે.

આપણે જોઇએ તો આ વર્ષે ગરબા રમવાના પાસની કિંમત 1500 થી 2000 જેટલી જોવા મળે છે. આ સિવાય અમદાવાદમાં ઘણા એવા ફેમસ ગ્રુપ છે જયાં લોકો ગરબા રમવા જાય છે. કર્ણાવતી અમદાવાદનું પ્રખ્યાત ગરબા નું સ્થળ છે. સિવાય ફ્રેન્ડસ ગરબા ગરબામાં ડિઝાઇનર દ્વારા સુંદર થીમ બેઝ ડેકોરેશન કરવામાંઆવે છે. વાય.એમ.સી.એલ. કલબ ગરબામાં સિકયોરીટી જડબેસલાક હોય છે. અહીં ક્રિમ ક્રાઉડ હોય છે. એન.આઇ.ડી.ના ગરબા કેમ્પસમાં તેમના વિદ્યાર્થીઓ માટે થાય છે. આ ગરબામાં દીવાઓનું અજવાળું હોય છે.
આ સિવાય રોટરી કલબ, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ગરબા પણ પ્રખ્યાત છે. જયારે અન્ય શહેરોમાં રાજકોટમાં અકિલા પાયોનીયર, સહિયર, ન્યૂ સહિયર, રજવાડી, નીલ સીટી કલબ, રીધમ, જેવા દાંડિયા રાસના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવે છે.

નવરાત્રિ આવે અને પાસની રામાયણ જોવા મળે, સાંજ પડે અને ફોનની ઘંટડી રણકવા માંડે આજ કયાંના પાસે છે ? કેટલા પાસ
છે ? અરે યાર પાંચ પાસનું કંઇક કરને ? આ રીતના વાકયો નવરાત્રિના નવ દિવસ માટે કોમન થઇ જાય છે. જે આખું વર્ષ યાદ ન કરતા હોય અને પણ નવરાત્રિમાં યાદ કરીએ અને કહીએ કે જરા પાસ હોય તો કહેજો ને થોડા પાસનો બંદોબસ્ત કરવા માટે આપણે ઘણી માથામણ કરવી પડતી હોય છે. એમાં પણ સમય પાસ તૈયાર થવાનું છોકરીઓ માટે એક અલગ ચેલેંજ સમાન બની જતું હોય છે.
10 મિનિટમાં આવું છું.
એવું કહીને છોકરીઓ આરામથી 1 કલાક કરી શકે છે. એજ તો નવરાત્રીની મજા છે. એ નવરાત્રિના નવ દિવસ એ ગરબાની મજા અને ઉપર લટકાનો દશેરાનો દિવસે પણ લોકો ગરબે ઝુમતા હોય છે. અને 10 દિવસ પછી પણ કયારેક શરદ પૂનમ એની રાહ ગરબાના રસિકો જોતા હોય છે.
રાત્રે મોડા સુધી ગરબા ગાવાની મઝા અને ગરબા બાદ નાસ્તો કરવા ચ્હા પીવાની મઝા કંઇક જુદી જ છે. સાથે સાથે વાતોના ગપ્પા મારતા જાય અને નાસ્તો કરતા જાય એ વાત જ કંઇક નીરાલી છે. અને છેલ્લો દિવસોમાં પરોઢિયું થતા ઘરે પહોંચવાની ઉતાવળ એને જ કહેવાય મન મૂકીને નવરાત્રિ માણી..અને આટલું રમ્યા બાદ પણ આવતા વર્ષે જલ્દી નવરાત્રિ આવે એની રાહ જોવી એને જ સાચા ખેલૈયા કહેવાય..!

NO COMMENTS