નવરાત્રિ ની તૈયારી… અર્વાચીન રાસોત્સવ માટે ખેલૈયા તૈયાર

0
210

(ધ્રુવ કુંડેલ-જય ભટ્ટ)

બસ હવે નવરાત્રિ ને દિવસો ને ગણતરી ના દિવસો બાકી છે ત્યારે મા ની આરાધના અને શકિત અને ભકિત નો પર્વ એટલે નવરાત્રિ દરેક લોકો પોત પોતાની રીતે નવરાત્રિની આરાધના કરતા હોય છે. જેમાં કોઇ પ્રાચીન ગરબી દ્વારા તો કોઇ નવા સમય પ્રમાણે અર્વાચીન દાંડિયા રાસ થી ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં નવરાત્રિની તૈયારીઓ થઇ ચૂકી છે. ત્યારે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં અર્વાચીન દાંડિયા રાસ નો ક્રેઝ દિન પ્રતિદિન વધતો જાય છે. અને અર્વાચિન દાંડિયા-ગરબા શીખવા વાળાની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે.
આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં દર વર્ષ કરતા આ વર્ષે 100 થી વધારે ખાનગી કલાસીસો અર્વાચીન દાંડિયા શીખવતા જોવા મળી રહ્યા છે સાથો સાથ રાજકોટમાં પાયોનીયર, સુરભી, સહીયર, ન્યૂ સહીયર, યુ.વી. ખોડલધામ, પાયલ, રજવાડી જેવા દાંડિયારાસ નું આયોજન થઇ રહ્યું છે. ખાસ જોવા જઇએ તો રાજકોટમાં રજવાડી દાંડિયા રાસ કલાસીસ અલગ જ અંદાજમાં હાઇટેક રીતે ચલાવવામાં આવી રહ્યા છે આ કલાસીસ પ્રારંભિક દિવાળી પછી થી તુરંત જ ચાલુ કરી દેવામાં આવે છે. રજવાડી દાંડિયા કલાસીસ ના સંચાલક સાથે ની વાતચીતમાં તેમની રાજકોટમાં 7 જગ્યાએ દરેક વિસ્તાર પ્રમાણે શાખાઓ ચાલી રહી છે જેમાં લેડીઝ અને જેન્ટસની અલગ અલગ બેચીઝ હોય છે. અને બાળકો માટે પણ અલગ શીખડાવવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં દાંડિયા રાસ નવ દિવસ રમવાના પાસની કિંમત 500 થી પ000 સુધીની છે જયારે જુદા જુદા ડ્રેસનું ભાડું પણ નવ દિવસ માટે 1500 થી 4000 સુધીનું ભાડું હોય છે. દાંડિયારાસ શીખવાની ફિ સામાન્ય રીતે 700 થી 1500 સુધી ની હોય છે.
રજવાડી દાંડિયા રાસ કલાસીસ ની મુખ્ય શાખા 150 ફૂટ રીંગ રોડ પર આવેલ છે. તેમના સંચાલકો ભાવેશ પ્રજાપતી, જયેશભાઇ મહેતા, અમીન સાવન, વિજયભાઇ પરમાર છે. તે પોતાના અનુભવો ઉપરથી દાંડિયારાસ ની પ્રેકિટશ કરાવી રહ્યા છે. તેઓ છેલ્લા 15 વર્ષથી રાજકોટમાં દાંડિયા શીખડાવાનું કાર્ય કરી રહ્યા છે.
મુખ્યત્વે અર્વાચીન દાંડિયારાસમાં ફોર સ્ટેપ, સીકસ સ્ટેપ, નાઇન સ્ટેપ, ચેંઇજ, ટીટોડો, સ્પેશયલ 8, ફાયર, સનેડો, બાપાના પોરીયા, સેવન, દસ ડાંડિયા, મધુબેંસી જેવી વિવિધ સ્ટાઇલો નો ક્રેઝ છે. ખેલૈયાઓ ને પ્રીન્સ પ્રીન્સેસ બની અઢળક ઇનામોની વણઝારો ખડકવામાં આવે છે.

NO COMMENTS