નવરાત્રિ અને નવદુર્ગાની ઉપાસના

0
276

નવદુર્ગા હિન્દુ ધર્મમાં શકિતની ઉપાસનાની પરંપરાની દેવી છે. એમના નવ સ્વરૂપ  માનવામાં આવ્યા છે.
(1) શૈલપુત્રી (2) બ્રહ્મચારિણી (3) ચંદ્રઘંટા (4) કુષ્માંડા (પ) સ્ક્ધદાતા (6) કાત્યાયની (7) કાલરાત્રી (8) મહાગૌરી (9) સિધ્ધદાત્રી નવરાત્રીના નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવી કવચમાં આ નવે નવ સ્વરૂપો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(1) શૈલપુત્રી : આ સ્વરૂપ નવદૃર્ગામાં પ્રથમ દુર્ગા છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થવાથી એમનું નામ શૈલપુત્રી થયું. નવરાત્રીના પહેલા નોરતે આ સ્વરૂપની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દેવીનું વાહન વૃષભ હોવાથી વૃષારૂઢા થી પણ ઓળખાય છે. અને સતીના નામથી પણ ઓળખાય છે.
(2) બ્રહ્મચારિણી: નવરાત્રીનું બીજા નોરતે માના આ સ્વરૂપની પૂજા થાય છે. બ્રહ્મચારીણીનો અર્થ છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટેલે કે તપ આચરણ કરનારી આથી બ્રહ્મચારીણી એટલે કે તપનું આચરણ કરનારી આ દેવીના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલા છે.
(3) ચંદ્રઘંટા: નવરાત્રીના ત્રીજા નોરતે માના આ સ્વરૂપની પૂજા કરાય છે. દેવીનું આ સ્વરૂપ શાંતિ દાયક અને કલ્યાણકારી છે. આ દેવીના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તેથી આ દેવીનું નામ ચંદ્રઘંટા છે. આ દેવીને દસ હાથ છે. હાથોમાં ખડગ અને અસ્ત્ર,શસ્ત્રથી વિભૂષિત છે.
(4) કૂષ્માંડા: નવરાત્રીના ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા થાય છે. પોતાના મંદ હાસ્ય દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડની ઉત્પન્ન કરવાથી આ દેવીને કુષ્માંડા કહે છે. આ દેવીને આઠ ભૂજાઓ છે. તેથી અષ્ટભૂજા કહે છે. આ દેવીને કુમ્હાડાની બલિ પ્રિય છે. કુમ્હાડાને કુષ્માંડા પણ કહેવાય છે.
(5) સ્કંદમાતા : નવરાત્રીના પાંચમા નોરતે માના આ સ્વરૂપની પૂજા થાય છે. આ દેવીને ચાર ભૂજા છે. તેમાં ક્રમાનુસાર એક હાથમાં સ્કંદ પકડયો છે. બીજા હાથમાં કમળનું પુષ્પ અને ચોથા હાથમાં વરદ મુદ્રમાં છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાના કારણે સ્કંદમાતા નામ પડેલું છે.
(6) કાત્યાયની : નવરાત્રીના છઠ્ઠા નોરતે આ સ્વરૂપની પૂજા થાય છે. ક્ાવ્ય યોગમાં પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયનને ભગવતી પરામ્બાની ઉપાસના કરી એમની ઇચ્છા હતી કે એમને પુત્રી પ્રાપ્ત થાય. તેની મા ભગવતીએ તેમના ઘેર આ દેવીએ પુત્રીરૂપ જન્મ લીધો તેથી કાત્યાયની માતા કહેવાય છે.
(7) કાલરાત્રી : માં દુર્ગાની સાતમી શકિત કાલરાત્રી છે. નવરાત્રીના સાતમે નોરતે માની પુજા થાય છે. આ સ્વરૂપમાં મા નું રૂપ ભયાનક છે. માથાના વાળ વીખરાયેલા શરીર ઘેરા અંધકાર જેવું કાળું ગળામાં વીજળી જેવી ચમકતી માળા અને ત્રિનેત્ર છે. શ્ર્વાસમાંથી અગ્નિ નિકળે છે. માં નુ વાહન ગર્દભ છે.
(8) મહાગૌરી : આઠમા નોરતે મા ની પૂજા થાય છે. આ દેવી અમોઘ ફળ દાયીની છે. મા નું રૂપ પૂર્ણત: ગૌરવર્ણ છે. મા ના વસ્ત્રો અને આભૂષણો શ્ર્વેત રંગના છે. આ દેવીનું વાહન વૃષભ છે.આ દેવીને ચાર ભૂજાઓ છે. તેમાં એક માં ત્રિશૂળ,ડમરું,અભયમુદ્રા,વરદમુદ્રામાં છે. તેની ઉપમા શંખ,ચંદ્ર,કુદના ફૂલ સાથે કરાય છે.
(9) સિધ્ધિદાત્રી : નવામા નોરતે મા ના સ્વરૂપની પુજા થાય છે. સર્વ પ્રકારે સિધ્ધિ દેનારી તેથી મા સિધ્ધિદાત્રી કહેવાય છે. કહેવાય છે કે, ભોલેનાથને પણ તમામ સિધ્ધિઓ આ મા ની કૃપાથી પ્રાપ્ત થઇ છે. આ માતા કમળના પુષ્પ ઉપર બિરાજે છે.

NO COMMENTS