પાક. ના કોઇપણ ખૂણે હુમલો કરી શકશે નવી બ્રહ્મોશ મિસાઇલ

0
68

ભારત પાસે સૌથી તાકાતવર મિસાઇલો માં એક બ્રહ્મોસ પહેલાથી જ છે પરંતુ હવે તે મિસાઇલ રુસ દેશની મદદથી અપગ્રેડ થવાજઇ રહી છે. સુત્રોના જણાવ્યાનુસાર નવી દિલ્હી અને મોસ્કો એ નકકી કર્યું છે કે તે જલ્દી સંયુકત રીતે નવી જનરેસનની બ્રહ્મોસ મિસાલિ બનાવવા લાગી જશે.
નવી જનરેશન ની આ મિસાઇલ ની રેંજ 600 કિ.મી. હશે પ્રાપ્ત માહિતી અનુસાર આ મીસાઇલ સીધું નીશાન લેવામાં કારગત નીવડશે. આ મિસાઇલ થી પાકિસ્તાન ના કોઇપણ ખૂણામાં હુમલો કરી શકાશે. આખું પાકિસ્તાન ભારત ની આ નવી અપગ્રેડ મિસાઇલ ની રેન્જ માં હશે. ઉલ્લેખનિય છે કે, રુસ સાથે મળી લાંબા અંતર ની મિસાઇલ બનાવવા પાછળ નું કારણ એ છે ભારત હવે મિસાઇલ કંટ્રોલ રિજિમ માં શામેલ થઇ ગયું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS