મહારાષ્ટ્ર અને કેરલમાંથી 2 કિલો સોનું : 86 લાખની નવી નોટ જપ્ત

0
33
new currency notes -gold seized
new currency notes -gold seized

મહારાષ્ટ્ર અને કેરલમાં 86 લાખ થી વધુ ની નવી નોટો અને બે કિલો સોનું જપ્ત કરાયું છે. આ મામલે આઠ લોકોની ધરપકડ કરાઇ છે. રવિવારે મુંબઇના પનવેલ પોલીસે 35 લાખ ની નોટ અને બે કિલો સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે. આ મામલામાં 6 લોકોની ગિરફતાર કર્યા છે.
નવી મુંબઇ પોલીસને આશંકા હતી કે કમીશન ઉપર નોટબદલીનું કામ કરતા હતા. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર 6 આરોપી મોડી રાત્રે ખાંદેશ્વર વિસ્તારમાં નવી નોટ અને સોનાના બિસ્કીટ લઇ આવ્યા અને સુચનાના આધારે પોલીસે તેમને પકડી લીધા હતા. પકડાયેલા આરોપીમાંથી ત્રણ પુનાના રહેવાસી છે. બે મુંબઇના રહેવાસી છે. પોલીસ ને આશંકા હતી કે આરોપી કમીશન ઉપર નોટ બદલી રહ્યા છે. પકડાયેલ નોટ અને સોનું ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ને સોંપી દેવામાં આવેલ છે.
જયારે કેરલના કુન્નૂર માં 51.86 લાખ ની નવી નોટ સાથે બે લોકો ને ઝડપી પાડયા છે. આ નોટો બેગમાં ભરી બેગલોર પાસે ઇરીટી લઇ જઇ રહ્યા હતા. બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS