બાય બાય…2016…વેલકમ…2017

0
76
New Years celebration
New Years celebration

31 ડિસેમ્બર ઉજવવા લોકો ઘણા સમયથી ઇંતઝાર કરી રહ્યા હોય છે ત્યારે બસ હવે થોડી જ વાર..મેટ્રો સીટીમાં 31 ની મેગા પાર્ટી, ડાન્સ વિથ ડિનર, તેમજ અન્ય પાર્ટીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે શહેરના જુદા જુદા કલબો તેમજ આસપાસના પાર્ટી પ્લોટ તથા ફાર્મ હાઉસ ઉપર 31 સેલિબ્રેશન યોજવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે નોટબંધીના કારણે તેમાં પણ કાપ મુકાયો છે. સાથો સાથ લોકોનો મુડ પણ વિતેલા વર્ષ જેટલો નથી. જુદા જુદા ફાર્મ હાઉસો ઉપર પાર્ટીઓની તૈયારી થઇ ચૂકી છે અને નવા વર્ષને વધાવવા માટે લોકો જુદા જુદા પ્રકારે પોતાનો આનંદ માણતા હોય છે. ગુજરાતમાં દારુબંધી ના કારણે લોકો આબુ, દિવ, ગોબા પણ 31 ઉજવવા જતા રહે છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજયમાં દારુબંધી હોવા છતાં પણ લોકો દારુ પી 31 ઉજવતા હોય છે. હાલમાં દારુ પિવા ઉપર કાયદો બહુ જ કડક કરી નાખવામાં આવ્યો છે છતાં પણ લોકો તો ગમે ત્યાંથી ગોતી પોતાનું કામ કરી લેતા હોય છે. શહેરમાં પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવતો હોય છે. લોકો મોડી રાત્રી સુધી પાર્ટી યોજી ઘરે આવતા હોય છે.
જુદી જુદી કલબોમાં ભવ્ય આયોજન કરાયા હોય છે. જેમાં ડાન્સ ઉપરાંત ગેઇમ્સ અને મોડી રાત્રી સુદી સંગીત તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરાય છે. જયારે શહેરના ચર્ચમાં પણ પ્રેયર થી લઇ વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અને ખ્રિસ્તી લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

NO COMMENTS