ગોવામાં નાઇટ લાઇફ-પાર્ટી ઉપર પ્રતિબંધ : ગોવા ટુરીઝમ

0
99
Night Life Tours in Goa stop
Night Life Tours in Goa stop

નાઇટ લાઇફ માટે મશહૂર ગોવામાં નાઇટ તો હશે પરંતુ લાઇફ નહીં હોઇ શકે, ગોવામાં 10 વાગ્યા પછી કોઇ પણ પાર્ટી નહીં કરી શકે, મુખ્યમંત્રી મનોહર પરિકરે સાફ જણાવ્યું છે કે કોઇ પણ લેટ નાઇટ પાર્ટી જેવી ગતિવિધિ ને કાનૂન મંજૂરી આપતું નથી. તેને સરકાર દ્વારા કડક વલણ થી રોકવામાં આવશે. પરિકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે થોડા દિવસ પહેલા ગોવાના જલ સંશાધન મંત્રી વિનોદ પાલિઅકરે બીચ ઉપર યોજાનાર રેવ પાર્ટી ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. દેશ વિદેશમાં પ્રખ્યાત છે ગોવાની નાઇટ લાઇફ
કહેવાય છે કે જો તમે ગોવા જાવ અને ત્યાં યોજનારા કલબ પાર્ટીનો ભાગ જરુર બનજો. ઘણા અહીંયા લેઇટ નાઇટ કેન્ડલ ડિનર કરે છે. રંગીના રાત્રી લોકોની એક અલગ જ મજાન છે. મોડી રાત્રીના દારુ અને બીયર પીવાની મજા અલગ છે. અહીંયા આવનાર પર્યટક પોતાની જિંદગી ભૂલી તનાવ દૂર કરવા આવે છે. પર્યટન ઉપર તેની અસર જરુર પહોંચી શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS