નવગ્રહોનો માનવ પિંડ સાથેનો સંબંધ

0
180
nine planets relasone with men
nine planets relasone with men

(જીતેન્દ્ર શાસ્ત્રી-જોરાવરનગર)

મારા એક મિત્રે કહેલું કે આ ભાઇને રાહુ શનિ નથી નડતા પણ તેને તેનો સ્વભાવ નડે છે આનાથી તેમના સગા ઉપરાંત આડોશી પાડોશી નડતા થયા. વધારામાં તેવોએ સવાલ કર્યો કે આ બધા ગ્રહો તો ખુબ દૂર છે તો આપણને કઇ રીતે નડે ? આ બિલકુલ સાચી વાત છે..! આપણને ગ્રહો નથી નડતા, પરંતુ આપણા પૂર્વગ્રહો નડતા હોય છે.
આ ચર્ચાના અનુસંધાનમાં ખરેખર ગ્રહો કઇ રીતે આપણને અને આપણા આ શરીર સાથે જોડાયેલા છે તે જોઇએ. આપણા ધર્મશાસ્ત્ર-પુરાણોમાં જેમનું ગરુડ પુરાણ છે આ ગરુડ પુરાણમાં એક અધ્યાયમાં વ્યવાહારિક શરીર અને બીજું પારમાર્થિક શરીર બતાવવામાં આવેલ છે. વ્યવાહારિક શરીરમાં સાડાત્રણ કરોડ રોમ, સાત લાખ વાળ, વીસ નખ, બત્રીસ દાત, હાડ, ચર્મ, મેદ, રુધિર, અનેક નાડી, પિત્ત વગેરે. જયારે પારમાર્થિક શરીરમાં સકલ ભૂવાનો, પર્વતો, દ્વીપ, સમુદ્ર, સૂર્યાદી નવ ગ્રહો જે બિંદુ ચકરપર સૂર્ય, બ્રહારન્ધ્રમાં મંગળ, હૃદયમાં બુધ, નાભિના મણીપુર ચકરપર ગુરુ વીર્યમાં શુક્ર, નાભિમાં શનિ, મુખમાં રાહુ અને વાયુમાં કેતુ દર્શાવવામાં આવેલા છે. આ ઉપરથી જોતા આપણા શરીરમાં આખું બ્રહ્માંડ રહેલું છે. આ બ્રહ્માંડના કોઇપણ તત્ત્વના ઉણપને એજ તત્ત્વને પ્રતિરોપણ કરવાથી સમાનતા આવતા સારું પરિણામ મેળવી શકાય છે.
જયોતિષશાસ્ત્ર મુજબ નવગ્રહો એ આપણા જીવનમાં આવાગમનના (ટ્રાફિક) સિમ્બોલની સરખામણી કરી શકાય આધ્યાત્મિક સત્તાની આત્મા ગણવામાં આવેલા છે. જયોતિષિઓનો દાવો છે કે પૃથ્વીથી જોડાયેલાં દરેક પ્રાણી ઉપર આ ગ્રહો મનને પ્રભાવિત કરે છે. દરેક ગ્રહોમાં અલગ અલગ પ્રકારની શકિતઓ છે. આ શકિત વ્યકિતના ભાગ્યની સાથે અલગ પ્રકારથી જોડાઇ જાય છે. જયારે તે પોતના જન્મસ્થાન ઉપર પોતાનો પહેલા શ્ર્વાસ લે છે તયરથી આ શકિતનું જોડાણ આ પૃથ્વીથી જોડાયેલા રહે ત્યાં સુધી રહે છે જયાં સુધી વર્તમાન શરીર જીવિત રહે. નવગ્રહો આદિકાળથી સાર્વત્રિક શકિતનો સંચાર કરે છે. પ્રત્યેક ગ્રહના ગુણ સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગતાવાળા બ્રહ્માંડની પોલોરિટી (સીધા લોહચુંબકનો ધ્રુવત્વનો ગુણ) દરેક રીતે સંતુલિત રાખવામાં મદદ કરે છે.
મનુષ્ય પણ ગ્રહ અથવા સ્વામી દેવતાની સાથે સંયમ દ્વારા કોઇપણ પોતે નકકી કરેલ ગ્રહોની શક્તિ મંત્ર પૂજા કરનાર વ્યકિતને મળે છે. ખાસ કરીને ગ્રહો દ્વારા ગ્રહણ કરેલ ભાવના અનુસાર બ્રહ્માંડની શકિત આપણને કાયમ મેળવી શકીએ છીએ. આમ અલગ અલગ ખાગોળિક પિંડો દ્વારા આવી રહેલી શકિતઓ ભળેલછે. જયારે આપણે અવાર નવાર કોઇ મંત્રનો ઉચ્ચારણ કરીએ છીએ તો આપણે કોઇ ખાસ ફ્રિકવન્સી આવર્તન સાથે તાલમેળ મેળવીએ છીએ. અને આ ફ્રિકવન્સી બ્રહ્માંડની શક્તિની સાથે સ્થાપિત કરે છે અને આ રીતે આપણા શરીરની અંદર અને આસપાસમાં ખેંચાણ કરે છે.
આ મુજબના આધાર ઉપરથી ગ્રહ અને તારા તેમજ અન્ય ખગોળીય પીંડ શકિત એ એવી સજીવ સત્તા છે. જે બ્રહ્માંડના અન્ય પ્રાણીયોને પ્રભાવિત કરે છે. આવું અન્ય પ્રાચીન સંસ્કૃતિમાં પણ જાણવા મળે છે. ઉપરાંત ઘણી આધુનિક કથા સાહિત્યના પ્રમુખ સ્થાનો પર પણ જોવા મળે છે. લેખક સ્ટેનિસ્લેવ લેમ ફિલ્મ ના નામથી જોવા મળે છે.
જયોતિષીઓ આપણને કોઇ ગ્રહ નબળો જણાતા ગ્રહોના નંગ મંત્રજાપ પૂજા સાથે યોગ્ય આંગળીમાં ધારણ કરવાનું જણાવતા હોય છે. આ સમયે જરૂર પ્રશ્ર્ન થાય છે કે આવા પથ્થરને આંગળીઓમાં ધારણ કરવાથી શું ખરેખર લાભ થાય ? આવો પ્રશ્ર્ન મારા એક યજમાનના મિત્ર જે વૈજ્ઞાનિક અભ્યાસી એ કરેલો. ઘણી વખત અમને પણ આવા પ્રશ્ર્નો ઉપસ્થિત થતા હોય છે. આજ આ સવાલના સમાધાન તરફ વધીએ. આ સવાલના સમાધાન માટે મને જે સમજાયું તે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું.
વૈજ્ઞાનિક પદ્ધતિએ જોઇએ તો આપણું સૌર્ય મંડળ એટલે પૃથ્વી સહિત અન્ય ગ્રહોની ઉત્પતિ સૂર્યપ્રકાશ પૂંજમાંથી સમયાંતરે અલગ અલગ પડેલા પદાર્થો છે. પૃથ્વી, મંગળ, ગુરુ, બુધ, શનિ, શુક્ર જેવા નામથી ઓળખીએ છીએ. હવે આમાંથી પૃથ્વી ઉપર આપણી ઉપસ્થિતિ છે જે મનુષ્ય માનવ શરીર, માનવ પિંડ તરીકે ઓળખાય છે. આ માનવ પિંડ પાંચ તત્વો જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ ના બનેલા છે.
પાંચ તત્ત્વોમાં રહેલ પૃથ્વી તત્ત્વ આપણા શરીરમાં છે એ પુરવાર થાય છે. આ પૃથ્વીના સૂર્યમંડળનો એક પદાર્થ હોવાથી અન્ય બીજા અન્ય પિંડ ગ્રહો નો પદાર્થ પૃથ્વીમાં હોઇ શકે અને પૃથ્વીનો પદાર્થ અન્ય બીજા પિંડ ગ્રહોમાં હોય જ એ નિર્વિવાદ સત્ય છે.
હવે મુદ્દાની વાત ઉપર આવીએ જયોતિષી કોઇ વ્યકિતની જન્મ કુંડલીનો અભ્યાસ કરીને કોઇ ગ્રહ નિર્બળ જણાય કે કારણકે જે વ્યકિતની જન્મ કુંડળીમાં પૃથ્વી તત્ત્વમાં જે તે ગ્રહ પિંડ ની ઉણપ જણાતા તે ગ્રહનું નંગ નિશ્ર્ચિત આંગળીમાં ધારણ કરવાનું કહે છે.
બીજો એક સવાલ અહી એ થાય કે આવા પથ્થર ધારણ કરવાથી કઇ રીતે ઉણપ દૂર થાય ? તો આના જવાબમાં જે ગ્રહોના નંગ એ પૃથ્વીના ખનીજ તત્વો છે. જે જુદા જુદા રંગના હોય છે કારણ કે તે અલગ અલગ ગ્રહના પદાર્થો છે તે સાબિત થાય છે, અને આપણા પિંડમાં પૃથ્વી તત્ત્વ અને તેમાં અન્ય ગ્રહોની ઉણપ ને પુરક તરીકે ગ્રહના નંગ ધારણ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે.
દાખલા તરીકે કોઇ વ્યકિતને લોહીની ઉણપ જણાતા જે તે વ્યકિતના લોહીના ગ્રૂપ ચેક કરી અન્ય બીજા વ્યકિતનું તેજ ગ્રૂપનું લોહી ચડાવવામાં આવે તો તે વ્યકિતનું સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળે છે.

  • જીતેન્દ્ર શાસ્ત્રી
    શાસ્ત્રી સદન, 4-નીલકંઠ સોસાયટી
    ડી.એન.ટી. હાઇસ્કૂલ પાસે
    જોરાવરનગર, સુરેન્દ્રનગર મો. 99250 78288

NO COMMENTS