સુરક્ષાના નામે મોટુ મીંડુ

0
66

શાંતિલાલ મેવાડા માધવપુર ( ઘેડ )

માધવપુરનાં સાગર કિનારે સુરક્ષાના નામે આટલુ અંધારું કેમ? ભુતકાળમાં અનેકવાર ઘુસણખોરી થઈ ચૂકી છે છતાં તંત્રની બે કાળજી સામે ઉઠતો સવાલ
પોરબંદરથી સોમનાથ સુધીનો 135 કીમીનો વિશાળ સાગર કિનારો આવેલો છે અને માધવપુરતો પોરબંદર અને સોમનાથના મધ્યસ્થ બિલકુલ દરિયા કિનારે વસેલુ છે આમતો આ સાગર કિનારે ભુતકાળમાં દાણચોરી અને સરસ ગાંજા સહિતના અન્ય લેન્ડિંગ થઈ ગયા છે એટલુજ નહીં ગોસાબારા નજીક આરડીએકસ મોતના સામાનનુ પણ લેન્ડિંગ થઈ ચુક્યુ હોવાથી માધવપુરનો અને પોરબંદરથી સોમનાથ સુધીનો આ વિશાળ સાગર કિનારો સતત વગોવાયેલો અને ચર્ચાના એરણે ચડતો રહે છે તેમછતાં સુરક્ષાના નામે મોટુ મીંડુ જોવા મળે છે અને સાગર કિનારે સુરક્ષાના નામે છીંડા જોવા મળી રહ્યા છે હા આમતો સુરક્ષાની વાતો જબરી કરવામાં આવે છે પરંતુ સુરક્ષાના નામે અંધારૃ હોયતેમ જણાઇ આવે છે આજથી અંદાજે બે મહિના પહેલા માધવપુરનાં સમુદ્ર કિનારે બિનવારસી વિચિત્ર પ્રકારના લખાણ વાળી ટ્રોનીહોડી તણાઇને દરિયા કિનારે ચડી આવતા જેતે સમયે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી તે વાત હજુ ભુલાઈ નથી ત્યાંજ જે સ્થળે શંકાસ્પદ બિનવારસી ટ્રોનીહોડી દરિયા કાંઠે ચડી આવી હતી તેજ જગ્યાએ માધવપુરનાં દરિયા કાંઠાપર શંકાસ્પદ યંત્ર જેવી વસ્તુ તણાઇને બહાર નીકળતા પોલીસ અને સુરક્ષા તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યુ છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે. કે બે માસ પહેલા માધવપુરનાં સમુદ્ર કિનારે ચડી આવેલી શંકાસ્પદ ટ્રોનીહોડીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાંજ માધવપુરનાં દરિયા કિનારે યંત્ર જેવી શંકાસ્પદ વસ્તુ તણાઇ આવતા માધવપુર પંથકમાં ભારે ચકચાર સાથે હડખમ મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે આ બન્ને બનાવમા માધવપુરનાં દરિયા કાંઠે ચડી આવેલી હોડી અને શંકાસ્પદ યંત્ર માધવપુરનાં દરિયા કિનારે ચડી આવ્યા ત્યા સુધી તંત્રના ધ્યાનમાં કેમ ન આવ્યા કે માધવપુરનાં દરિયા કિનારે વસવાટ કરતા માછીમાર લોકોને પોલીસને જાણ કરવાની ફરજ પડી અને માધવપુરનાં દરિયા સુધી તણાઇને આવેલી આ બન્ને બનાવમાં સુરક્ષા તંત્ર અજાણ કેમ રહ્યું જેવા અનેક પ્રશ્નો લોકોમાં ઉદભવી રહ્યા છે.
અહેવાલ :- શાંતિલાલ મેવાડા
માધવપુર

NO COMMENTS