કેબિનેટ બેઠકમાં મંત્રીઓને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ : મોદી સરકાર

0
69

મોદી સરકાર ના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ હવે કેબિનેટ ની બેઠક દરમિયાન મોબાઇલ ફોન નહીં લઇ જઇ શકે ઉલ્લેખનિય છે કે, સાઇબર સુરક્ષા ના જોખમ ને ધ્યાને લઇને મોદી સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણય ત્યારે લેવાયો છે જયારે ખુફીયા એજન્સી દ્વારા આ ઉપકરણો ને હૈક કરી સંવેદનશીલ જાણકારી લીક થવાના સંદેશા જણાવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી કાર્યાલય ના નિર્દેશ પછી કેન્દ્રિય સચિવાલય ને સર્કયુલર જાહેર કરી મંત્રિયો ના સચિવો ને પોત પોતાના મંત્રીયોને આ નિર્ણય ની જાણકારી આપી દેવા જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે, ઉડી આતંકી હુમલા માં પાકિસ્તાન ને સબક શિખડાવવા માટે ભારત તરફથી કરાયેલી સર્જીકલ સ્ટ્રાઇક પછી ખુફીયા એજન્સી સ્માર્ટ ફોન, મોબાઇલ ફોન નો ડેટા હૈક થતા હોવાની બાતમી આપેલ હતી. આ જાણકારી બાદ તુરંત પીએમઓ દ્વારા કેન્દ્રિય સચિવાલય ને કેબિનેટ ની માં મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS