પાકિસ્તાન અલગ પડી ગયું ! આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ને સાથ આપવા તૈયાર

0
54

પાકિસ્તાન નો કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીયકરણ કરવા ના દાંવ પૂરી રીતે નિષ્ફળ નિવડયો છે. ઉડી આતંકી હુમલા ને લઇને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ફકત ભારત સાથે એકતા દેખાડી પરંતુ આતંકવાદ ને ખતમ કરવા પણ સહયોગ આપશે તેવી વાત જણાવી. ફ્રાંસ, અમેરિકા, બ્રિટેન, રુસ, અફધાનિસ્તાન, કનાડા, જાપાન, જર્મની, સઉદી અરબ, સંયુકત અરબ અમીરાત, બહરીન, કતાર, નેપાળ, શ્રીલંકા, ભૂટાન, મંગોલિયા, બેહરીન, માલદીવ, અને દક્ષિણ કોરિયા એ ઉડી હુમલાની નિંદા કરી હતી.
પાકિસ્તાને વૈશ્ર્વિક મંચ ઉપર ત્રણ વાર કાશ્મીર મુદ્દા ને લઇને પુરી તાકાતથી અવાજ ઉઠાવવાની કોશિશ કરી હતી. પરંતુ દર વખતે તે પાછા પડયા હતા. પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાઝ શરીફે કાશ્મીર મુદા ને લઇને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના પાંચ સ્થાયી સભ્યો ને પત્ર લખી અને 22 સાંસદો ને દુનિયા ના દેશો ને મોકલ્યા હતા. પરંતુ તેમનો આ દાવ નિષ્ફળ રહ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS