પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઇ જાય

0
67
NOTHING ISIMPOSSIBLE EXCEPT
NOTHING ISIMPOSSIBLE EXCEPT

એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ ઉડયા કરતું હતું. ફુલે પંખીને પૂછયું કે તું કેમ મારી આસપાસ જ ઉડયા કરે છે. પંખીએ કહ્યું, ખબર નહીં કેમ પણ તારાથી દુર જવાની મને ઇચ્છા જ નથી થતી. ફુલને થયું કે આ તો સાલું માથે પડયું છે, મારે કોઇ ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે. એણે પંખીને કહ્યું કે તું કાયમ મારી સાથે રહેવા ઇચ્છે છે ? એણે તો તુરંત જ કહ્યું કે હા હું કાયમ તારી સાથે જ રહેવા માગું છું. ફુલે કહ્યું કે જો હું અત્યારે સફેદ છું જયારે હું લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું. ફુલ વિચારમાં પડી ગયું કે હું તો સફેદ છું લાલ તો થવાનું જ નથી આ તો આનો પીછો છોડાવવા માટે મે આપ કહ્યું પણ આતો એવું માની બેઠું લાગે છે કે હું લાલ થઇ જઇશ એની બુદ્ધિ કામ કરતી બંધ થઇ ગઇ લાગે છે. પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ ગાતા ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાટં સાથે અથડાવવાનું શરૂ કર્યું પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું. થોડીવારમાં પંખીનું આખું શરીર વિંધાઇ ગયુ અને પેલું સફેદ ફુલ લાલ થઇ ગયું. ફુલને હવે સમજાયું કે પંખી એને કેટલો પ્રેમ કરે છે. એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ અને કહ્યું કે દોસ્ત મને માફ કરજે હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે. હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત.. ફુલ સતત બોલતું જ રહ્યું પણ સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને સમજાયું કે હવે ઘણું મોડું થઇ ગયું છે. આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઇ આપણને ખરા દિલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ.. માટે.. સાંભળજો કયાંય પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઇ જાય…
8 હર્ષદ ભાઇ વ્યાસ,ભાવનગર

NO COMMENTS