અંકશાસ્ત્ર મુજબ તમારું વ્યકિતત્ત્વ,

0
2561

1- જે વ્યકિતની જન્મ તારીખ : 1,10,19 અને 28 છે તેવી વ્યકિત સર્જનાત્મક કુશળ, ખોટું સહન ના કરનાર, પોતાની અલગ ઓળખ, અલગ વિચાર દ્રષ્ટિ રાખનાર હોય છે. ધંધો કરવામાં કુશળ હોય છે. મહત્વાકાંક્ષી હોય છે.
લક્કી રંગ : સોનીરી,પીળો
લક્કી વાર : રવિવાર, સોમવાર
લક્કી નંગ : ટોપાઝ, પીળો હીરો

2- જે વ્યકિતની જન્મ તારીખ : 2,11, અને 20 છે તે વ્યકિત રોમેન્ટિક, કલાપ્રેમી, કલ્પનાશક્તિવાળા, સૌમ્ય, વધારે સંવેદનશીલ, ઓછો આત્મવિશ્ર્વાસ, પોતાની મરજીનું કરનાર કોઇ પણ રીતે પોતાના કામ માટે બીજાને તેમની તરફ વાતમાં અનુકૂળ કરવામાં કુશળતા ધરાવે છે.
લક્કી રંગ : લીલો,ક્રિમ,સફેદ
લક્કી વાર : રવિવાર, સોમવાર,શુક્રવાર
લક્કી નંગ : મોતી

3- જે વ્યકિતની જન્મ તારીખ : 3,12,21 અને 30 છે તે વ્યકિત ખુબ સ્વતંત્ર વિચારવાળા, નિરંકુશ, પોતાના અંતરાત્માને પૂછીને કાર્ય કરનાર, ખુશ, રમુજી, હોંશિયાર, એક વિષય કે કોઇ એક કામમાં થી બીજા કામમાં આશાની થી સમજનાર (એક સાથે વધારે કામ કરે )
લક્કી રંગ : જાંબુડીયો
લક્કી વાર : ગુરુવાર, શુક્રવાર, મંગળવાર
લક્કી નંગ : નીલમણી

4– જે વ્યકિતની જન્મ તારીખ : 4,13,22 અને 31 છે તેવી વ્યકિત સાવધ અને ચર્ચા વિચારણા કરનાર, બળવાખોર, ખુબ હકારાત્મક, જવાબદારીવાળા, પદ્ધતિસર કામ કરનાર, વિશ્ર્વાસુ હોય છે.
લક્કી રંગ : ભૂરો, સીસા જેવો રંગ
લક્કી વાર : શનિવાર, રવિવાર, સોમવાર
લક્કી નંગ : ઇન્દ્રનીલ મણી

પ- જે વ્યકિતની જન્મ તારીખ : પ, 14 અને 25 છે તે વ્યકિત મિત્રતાવાળું, લાગણીના આવેગથી પ્રભુત્વવાળા, જોરદાર, ઝડપી સ્વભાવ, નાની વાતમાં ખીજાય જાય તેવા, ઝડપી નિર્ણય શકિત વાળા હોય છે.
લક્કી રંગ : સફેદ
લક્કી વાર : બુધવાર, શુક્રવાર
લક્કી નંગ : હીરો, ચાંદી

6- જે વ્યકિતની જન્મ તારીખ : 6,15 અને 24 છે તેવી વ્યકિત મિત્રતાવાળા, કલાત્મક, સંગીતપ્રેમી, આકર્ષક, જવાબદાર, સદગુણી, વફાદાર જીવનમાં સમતોલ રાખનાર હોય છે.
લક્કી રંગ : ભુરો,ગુલાબી,લિલો
લક્કી વાર : મંગળવાર, ગુરુવાર,શુક્રવાર
લક્કી નંગ : ભૂરાશ પડતા લીલા રંગનું અર્ધપાદર્શક રત્ન, નીલમ

7- જે વ્યકિતની જન્મ તારીખ : 7,16 અને 25 છે તે વ્યકિત ખુબ સ્વતંત્ર, પ્રેમી, મુસાફરી કરનાર, રહસ્યમય, સ્વાભીમાની, બધી વસ્તુ બારીકાઇથી જોનાર, બુદ્ધિશાળી, તત્વજ્ઞાન ને લગતું કાર્યકરનાર.
લક્કી રંગ :લીલો,સફેદ, પીળો
લક્કી વાર :રવિવાર, સોમવાર
લક્કી નંગ : મોતી

8- જે વ્યકિતની જન્મ તારીખ : 8,17 અને 26 છે તે વ્યકિત ધર્મનું કાર્ય કરનાર કે ધર્મમાં માનનાર હોય છે. બાળક જેવો હઠિલો સ્વભાવ ધરાવે છે. તેમના પર કોઇપણ આધાર રાખી ન શકે, ઉત્સાહી, નીયતિવાદી હોય છે.
લક્કી રંગ :કાળો,ભૂરો, જાંબુડી
લક્કી વાર : મંગળવાર,ગુરુવાર, શુક્રવાર
લક્કી નંગ : કાળો મોતી

9- જે વ્યકિતની જન્મ તારીખ 9,18 અને 27 હોય તે વ્યકિત લાગણીશીલ, ધૈર્યવાન, ખુલા વિચારવાળા, સ્વાર્થી, આત્મનિર્ભર, સહાનુભુતિ આપનાર, પરોપકારી, દયાળુ, ઉદ્યમી સ્વભાવ ધરાવે છે.
લક્કી રંગ : લાલ, ગુલાબી
લક્કી વાર : મંગળવાર, ગુરુવાર,શુક્રવાર

આપના વિકટ પ્રશ્ર્નોના જવાબ તેમજ ટેરોકાડ  રિડીંગ માટે : ભૂમિ દવે -અમદાવાદ , મો. 83069 04414

NO COMMENTS