વાયુસેનામાં ધર્મના નામે દાઢી ન રાખી શકો : એસ.સી.

0
52
officers of the air force cant grow a beard citing religious reasons supreme court
officers of the air force cant grow a beard citing religious reasons supreme court

ધાર્મિક કારણોસર વાયુ સૈનિક દાઢી રાખી શકે કે નહીં ? તે બાબતે લાંબા સમયથી ચાલતા મામલે સુપ્રિમ કોર્ટે આદેશને મોહર લગાવી છે ચીફ જસ્ટીસ ટીએસ ઠાકુર ની પીઠે નિર્ણય સંભળાવ્યો હતો કે વાયુસેના નો નિયમ ધાર્મિકતા માં હસ્તક્ષેપ માટે નથી લીધો, પરંતુ સેનામાં સમાનતા નો ભાવ અને અનુશાસન માટે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અદાલતે આ નિર્ણય વાયુસેના માંથી કઢાયેલ અંસારી આફતાબ અહમદની અરજી ઉપર આવ્યો છે. તેણે વાયુસેનામાં નોકરી દરમિયાન લાંબી દાઢી રાખી હતી. જેમાં 2008 માં તેને અનુશાસનહીનતા ના આરોપમાં નોકરીમાંથી બરખાસ્ત કરાયા હતા. તે પછી આફતાબે સુપ્રિમ કોર્ટમાં એક મામલો દાખલ કર્યો હતો. જેનો તેમણે કડક નિર્ણય નો સામનો કરવો પડયો હતો.
તેમણે કોર્ટમાં આ દલીલ કરી હતી કે ભારતીય સંવિધાન માં નાગરિક ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર છે. તેમણે જણાવ્યું કે શિખોને સેનામાં દાઢી રાખવા અને પાઘડી પહેરવાની મંજૂરી અપાય છે તે મુસલમાન ને લાંબી દાઢી શું કામ ન રાખી શકે ?
આફતાબને વાયુ સૈનિક તરીકે મહારાષ્ટ્ર પોલીસે એક સિપાહીની નોકરીમાંથી કાઢી મુકવામાં આવેલ હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS