લવિંગ તેલ ચહેરા-વાળને બનાવે સુંદર

0
474

લવિંગમાં ઊંચી માત્રામાં એન્ટિઓકસાઇડ ગુણ છે. લવિંગનું તેલ પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, આયરન અને વિટામીન એ અને સી થી ભરપૂર છે. લવિંગ ઠંડુ હોય છે. જેથી ત્વચા પર લગાવાથી ઠંડક મળે છે. લવિંતગનું તેલ ત્વચા સંબંધિત રોગોથી છુટકારો મેળવવામાં પણ ફાયદો કરે છે. તેના સિવાય આ તેલ માથામાં ટાલ પડવી, ખોળો વાળને ખરતા રોકે છે.
ઉપરાંત લવિંગના તેલમાં રહેા એન્ટિસેપ્ટિલ રોગોવિરોધી ગુણધર્મ ખીલને ફેલાવતા બેકટેરીયાને નાબૂદ કરે છે. ખીલ પર આ તેલ લગાવવાથી ખીલ દૂર થશે. આ તેલને રાત્રે ચહેરા પર લગાવી રાખો અને સવારે ધોઇ નાખો. લવિંગનું તેલ ચહેરાની ઉપર રહેલા ખીલ તથા દાગને પણ દૂર કરે છે. તમારી ત્વચાની રંગતને નિખારે છે અને સ્વસ્થ બનાવે છે. ઉપરાંત તેલ કાળા તેમજ સફેદ દાગથી છુટકારો અપાવે છે. લવિંગના તેલમાં ખનીજ હોય છે. જે ત્વચા પર એન્ટિઓકિસડેન્ટના રુપમાં કાર્ય કરે છે. આ તત્વ આપની સુંદરતા વધારે છે.
તેલનો ઉપયોગ કંડિશનરના રુપે પણ કરી શકાય છે. લવિંગનું તેલ વાળથી સંકળાયેલી ઘણી સમસ્યામાં ઉપયોગી નીવડે છે. વાળને લાંબા અને મુલાયમ બનાવે છે. સ્પિલ્ટ એડસને દૂર કરવામાં મદદ કરે છે.
લાંબા તથા સારા વાળ મેળવવા વાળમાં લવિંગનું તેલને નારિયેલના તેલમાં ભેળવી માથામાં માલિશ કરવું જોઇએ. આ તેલને વાળમાં બે કલાક સુધી રહેવા દો. બાદમાં ધોઇ નાખવા જોઇએ.
(સૌજન્ય : સેજલ પટેલ-પારિજાત)

NO COMMENTS