આપણું ઘાર્મિક સાહિત્ય-સમયગાળો

0
42
Old Hindu Religious
Old Hindu Religious

આપણું ધાર્મિકી સાહિત્ય વિપૂલ છે તેના ઉપર તત્વજ્ઞાનિક ટીકાઓ ભરપૂર લખાઇ છે. ઇતિહાસ અને પૂરાતત્વ ના સંદર્ભમાં ભાગ્યેજ મૂલવવામાં આવ્યું છે. એવાં મૂલ્યાંકન અર્થે તેનો સંભવિત સમયગાળો અહીં આલેખાયો છે.
(1) ઋગ્વેદ : ઇ.પૂ. : 2000 થી 1500
(2) યજુર્વેદ : ઇ.પૂ. : 1300 થી 800
(3) સામાવદે : ઇ.પૂ. : 1300 થી 800
(4) અર્થવવેદ : ઇ.પૂ. : 1000 થી 800
વેદોના રચનાકાળો અંગે મતભેદો છે. અહીં તારવેલ સમય લખ્યો છે. વેદો આશરે 350 ગ્રંથોની રચના છે. તેથી તેની ચોક્કસ તીથી તારવવી મુશ્કેલ છે.
(પ) બ્રાહ્મણ ગ્રંથો : ઇ.પૂ. : 2000 થી 1000 બીજો મત ઇ.પૂ. 900 થી 700
(6 ) આરણ્યકો : ઉપનિષદ પહેલાના છે.
(7) ઉપનિષદો : ઇ.પૂ. : 2000 થી 1000 બીજો મત ઇ.સ.પૂ. 1200 થી 700
(8) સુત્રો સાહિત્ય : ઇ.પૂ. પ00 થી ઇ.સ. 300
(9) મહાકાવ્યો : ઇ.પૂ. : 200 થી 300
રામાયણનું કથાવસ્તુ 2000 વર્ષ પહેલાનું છે. રામાવતાર કૃષ્ણાવતાર પહેલાનો છે. ઉતર રામચરિત સાતમી સદીનું છે. કે.કા.શાસ્ત્રી લખે છે : ગીતા આશરે 1200 વર્ષ પછી ભિષ્મપર્વમાં ઉમરાયેલ છે. ગીતામાં ઘણા પ્રશ્ર્નો છે. પાંચ રાત્ર અને વૈખાનીષ સાહિત્ય આ કાળનું છે.
(10) પુરાણો : ઇ.પૂ. : 300 થી 650 બીજો મત : 650 થી 1000
લગભગ પુરાણે ઇ.પૂ. 150 થી ઇ.સ. 650 સુધીની રચનાઓ છે.
નોંધ : ભાગવતના સમય અંગે મતભેદ છે. શંકરાચાર્ય તેને નવમી સદીની રચના ગણે છે, સ્વામી સચ્ચિદાનંદ સાતવી સદીની રચના માને છે, કે.કા.શાસ્ત્રીના મતે પાંચમી થી સાતમી સદીનું છે. ભાગવત તામિલનાડુમાં બુધ્ધદેવ દ્વારા લખાયાનો વ્યાપક મત છે અને વિષ્ણુપુરાણનો વિસ્તાર છે.
વાયુ પુરાણ : બીજી સદીનું છે. દેવી ભાગવત અને કાલિકાપુરાણ અગિયારમી સદીનું છે. માર્કડેય પુરાણ સાતમી સદીનું છે, ચંડીપાઠ તેને અંતર્ગત છે. સ્કંદપુરાણ પ્રસિધ્ધ થયું નથી. સ્કંદપુરાણ 15 મી સદીનું છે, પંદરમી સદી પછી પણ તેમાં ઉમેરા થતા રહ્યા છે. છેલ્લે ઓગણીસમી સદીની રાણી વિકટોરીયાની કથા તેમાં ઉમેરાયેલી છે. (નરોમત પલાણ ) સ્કંદ પુરાણના બીજા ખંડો સત્સંહિતા અને હિંગુલા પુરાણ પ્રસિધ્ધ થયા છે. આપણી બારોટી પરંપરાનું મૂળ પુરાણોમાં છે. પુરાણોની છાનબીન અધિકારી કલમે થવી જરુરી છે.
(11) દર્શનો : સમય ગાળો ઇ.પૂ. 200 થી 300
દર્શનોનું મૂળ ઉપનિષદોમાં છે. સાંખ્યને ઇ.પૂ. પ64 થી 483 નું માનવામાં
આવે છે.
(12) સ્મૃતિઓ : ઇ.પૂ. 200 થી 300
સ્વામિ સચ્ચિદાનંદના મતે મુળ મનુસ્મૃતિ ભૃગુની રચના છે. અને તે ઇ.પૂ. 150 ની છે. તે નષ્ટ થતા હાલની મનુસ્મૃતિ શુંગકાળ માં લખાય છે. તેથી તેના કેટલાક વિધાનો પક્ષપાતી છે.
(13) પતંજલીનું યોગ ભાષ્ય : ઇ.પૂ. 200 થી 300
(14) તંત્ર ગ્રંથો : ઇ.સ. 300 થી 1000
દુર્ગાશંકર શાસ્ત્રીના મતે શાખ્ત તંત્ર સાહિત્ય નવમી સદીનું છે. શૈવ, શાક્ત,વૈષ્ણવ, ગાણ્પત્ય, બૌદ્ધ અને જૈન તંત્રોની રચના લભગભ આ કાળની છે. અહીં એ નોંધવા જેવું છે કે શિવ અને શકિતની પૂજા પ્રાગ ઇતિહાસકાલીન છે. તેથી તેના તંત્ર સાહિત્યનું વિચારબીજ પ્રાચીન છે.
(15 ) ભકિત સાહિત્ય : પૂર્વાધ : ઇ.સ. 1000 થી
1400 : ઉતરાધ ઇ.સ. 1400 થી 1750
અહીં ભકિત સાહિત્ય નું વિવરણ લખવાનો ઉદેશ્ય નહીં હોવાથી સમયગાળો નોંધ્યો છે. અહીં એ ઉલ્લેખનિય છે કે, ભકિત દ્રવિડોનો વારસો છે.
આપણા ધાર્મિક સાહિત્યનો આ યથાસંભવ સમયગાળો છે. આપણા ધાર્મિક સાહિત્યના મુળીયા શોધવા અને તેના રહસ્યો પામવા ઇતિહાસ અને પુરાતત્વનો અભ્યાસ થવો જોઇએ. આવા અભ્યાસના કેટલાક તારણો રજૂ છે.
(1) નારદપંચરાત્રમાં રાધાનો સૌપ્રથમ ઉલ્લેખ આવે છે એટલે કે વૈષ્ણવ તંત્ર પાંચમી સદી પછીનું છે.
(2) ગરુડ જાગ બ્રાહ્મણોને શકલોકમાંથી લાવ્યો (ભવિષ્ય પુરાણ) વાસ્તવમાં જાગ બ્રાહ્મણો ઇરાનને પુરોહિત વર્ગ છે. ( જાતિ ભાસ્કર, જવાલા પ્રસાદ મિશ્ર)
(3) બાઇબલ ના નવા ભાગમાં મોટો ભોગ બૌદ્વગ્રંથ અને પારસીઓના જંક અવેસ્તામાંથી સંકલિત થયેલો છે. (શારદાનંદ)
(4) શકિતપુજા સુમેર તથા તેની શાખા દ્રવિડ જાતીની પોતાની વિશિષ્ટતા છે. (સ્વામી શારદાનંદ)
(પ) પૂજા દ્રવિડન પ્રભાવ છે. ગીતામાં પત્ર, પુષ્પ, ફળ રુપે પુજાનો ઉલ્લેખ છે. જે પ્રક્ષેપ છે. (ઇરાવતી કર્વે)
(6) કુષાણકાળમાં ત્રણ કળાવાળું આયુધ ત્રીશુળ શકિતનું આયુ અને પ્રતિક બની ગયું છે. (હસમુખ સાંકડિયા)
(7) બંગાળમાં ઇ.સ. 1500 થી 1000 ના ગાળામાં કાલીનામે આદિવાસી માતૃકા હતી. જે મહાકાલી સાથે તદ્રપ થઇ ગઇ છે.
(8) આર્ય દેવતા રુદ્ર અને આર્યતર દેવતા શીવ તદ્રપ થઇ ગયા છે. શીવ સામુહિક દેવતા છે. દ્રવિડોએ તેમને આત્મસાત કરેલા આજે તે આર્યો ના દેવતા તરીકે પૂજાય છે. (સાબિ વર્મા)
(9) કૃષ્ણની બાલલીલાનું મૂળ : આભિરોની
બાળકથામાં છે.
(10) તૂર્કીમાંથી ઇ.પૂ. 3200 થી 3500 ના સમયગાળાની માથાવગરની મૂર્તિ મળી આવી છે જે ભારતમાં ઇ.પૂ. 1200 મા પ્રવેશી તે દેવી તરીકે પૂજાય છે. (ડો. કૈલાશનાથ)
પાર્વતી અંગે ડો. હસમુખરાય સાંકડિયાનું આવું જ કથન છે. આવા ઘણા તારણો મોજૂદ થયા પણ છૂટા છવાયા છે. આપણા સમગ્ર ધાર્મિક સાહિત્યનું અધ્યયન થઇ શકે તે માટે તેના સમયગાળાનો નિર્દેશ કરેલ છે.
– ગુલાબરાય જોબનપુત્રા
વિસામો, ગીતા પાર્ક સામે કાંઠે,
મોરબી-2
મો. 98791 63339

NO COMMENTS