ત્યૌહાર માં ઓનલાઇન ખરીદી ના પ્રમાણમાં વધારો

0
74

હવેના સમયમાં ઓનલાઇન ખરીદીનો ક્રેઝ છે ત્યારે હવે લોકો ઓનલાઇન ખરીદી હવે ઇ કોમર્સ, મોબાઇલ કોમર્સની તરફ વધારે ખરીદી કરે છે. આ વર્ષે ત્યૌહાર ના દિવસોમાં એમ કોમર્સ થી ખરીદી માં વધારો થયો છે અને હજુ આવનાર દિવસોમાં ખરીદી વધે તેવી શકયતાઓ દર્શાવી છે. ગત વર્ષ કરતા ઓનલાઇન ખરીદીમાં આ વર્ષે ડબલ ઉછાળો જોવા મળે છે. આ વાત એક સર્વમાં જાણવા મળી છે.
એક ખાનગી સર્વમાં સ્માર્ટફોન ની ખરીદી સૌથી વધુ ઓનલાઇન થઇ રહી છે. લોકો નવી બ્રાન્ડ કોઇપણ ઓનલાઇન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મોબાઇલ દ્વારા ખરીદી કરવામાં એટલે કે ઓનલાઇન ખરીદીમાં માણસોને વિવિધ પ્રકારની પસંદગી મળે છે. ઘરે બેઠા ડિલીવરી પણ મળી જાય છે ઉપરાંત વિવિધ સ્કિમોનો પણ લાભ મળે છે. અને એક ભાવથી ગ્રાહક પોતાની પસંદગીની વસ્તુ ની ખરીદી કરી શકે છે. દર વર્ષ ઓનલાઇન , ઇ કોમર્સ ખરીદી નું પ્રમાણ વધતું જાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS