ડુંગળી ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે

0
48
Onions - Health Benefits
Onions - Health Benefits

ડુંગળી ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે. ત્યારે કાચી ડુંગળી સલાડમાં લેવાથી લૂ લાગતી નથી. જો આપને લૂ લાગી ગઇ હોય તો ડુંગળીના બે ચમચી રસ પીવાથી ફાયદો થાય છે. માથા ઉપર ડુંગળીના રસનો માલીસ કરવાથી પણ લૂ માં રાહત મળે છે.
જયારે પથરી ના અસહ્ય દર્દમાં પણ ડુંગળી અક્ષીર ઇલાજ છે. ડુંગળીના રસ ને ખાંડમાં મેળવી શરબત બનાવી પીવાથી પથરી નો ઉપચાર થઇ શકે છે. ડુંગળીનો રસ સવારે ખાલી પેટ પીવાથી પથરી પેશાબ વાટે નીકળી જાય છે. ગરમીમાં ઘણીવાર ઘણા લોકોને પેશાબ બંધ થઇ જવાની સમસ્યા થતી હોય છે. જે તે બહુ ગંભીર સાબિત થાય છે. પેશાબ બંધ થઇ જાય તો બે ચમચી ડુંગળી નો રસ અને ઘઉં નો લોટ નો હલવા જેવું બનાવવું. તેનો લેપ પેટ ઉપર લગાવવો જોઇએ. રસ ને ગરમ પાની મા ઉકાળી ને પીવાથી પેશાબ સંબંધિત સમસ્યા દૂર થાય છે. ડુંગળી ખાવાથી ઘણી શારીરિક બીમારીયા દૂર થાય છે. તે ઉપરાંત ડુંગળી ઘણી બીમારીયો ને દૂર કરવામાં કારગર નીવડે છે. આ માટે એમ કહેવાય છે કે ડુંગળી ખાવાથી ઉંમર વધે છે. કારણ કે તેના સેવન થી બીમારી આવતી નથી અને શરીર સ્વસ્છ રહે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS