રસાહાર અપનાવો ને કરો કાયાકલ્પ

0
45
organic fruit juice mentain health
organic fruit juice mentain health

આપણે સૌ સ્વાસ્થ્ય થી ભરપૂર, ખુશ્નુમા, બીમારીઓથી મુકત એવું સ્વસ્થ જીવન જીવવા માગીએ છીએ. પણ એ કેટલી આશ્ર્ચર્યની બાબત છે કે મોટાભાગના લોકો આ વિષે જરાય ગંભીર નથી. સમય સમયે જે કંઇ હાથમાં આવે તેને પેટમાં પધરાવતા રહીએ છીએ. પછી ફરિયાદ કરીએ છીએ કે તબિયત સારી નથી રહેતી ! એ ખરેખર ગંભીરતાથી વિચારવાની જેવી વાત છે. કે પૃથ્વી પરનાં આપણે સૌથી વધારે બુધ્ધિમાન પ્રાણી છીએ, પણ આપણે આપણાં શરીર પ્રત્યે કેટલા બધા બેદરકાર છીએ ? હોસ્પિટલનાં ચકકર કાપતી વખતે જ યાદ આવે છે, પેલું જૂનું અને જાણીતું સૂત્ર, પહેલું સુખ તે જાતે નર્યા. નવાઇની વાત તો એ છે કે આપણને તંદુરસ્ત રાખવા એક જબરજસ્ત મોટો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. વધતી જતી શારીરિક માનસિક બિમારીઓનું કદાચ એ કારણ પણ હોઇ શકે કે આજે આધુનિકતાની દોડમાં આપણે આસપાસની પ્રકૃતિથી કેટલાં દૂર જતા રહ્યા છીએ. એક મુદ્દાની વાત જ ભૂલાયી છે કે સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવા માટે કુદરતનાં નિયમોનું ચૂસ્ત પણે પાલન કરવું કેટલું જરૂરી છે. મોટાભાગના ફળોમાં લો ફેટસ, હાઇફાઇબર, પોષક તત્વો ખૂબ જ પ્રમાણમાં હોય છે.

આપણી આજુબાજુની પ્રકૃતિએ આપણને છૂટે હાથે કેટલી બધી સંજીવની બુટ્ટીઓ ભેટમાં આપી છે પણઆપણે તો માત્ર જીભ નો સ્વાદ ને જ પ્રાધાન્ય આપ્યું છે. આપણા રોજીંદા ખોરાકમાં બિનજરૂરી વધુ પડતાં ખાંડ, મીઠું,મિર્ચ, મસાલા, તેલ, ઘીનો ઉપયોગ કરી, ભોજનને વધુ પડતું સ્વાદિષ્ટ બનાવવા કોશિષ કરીએ છીએ. ત્યારે મુદ્દાની વાત ભૂલી જઇએ છીએ કે જે વ્યંજન જીભને ખુશ કરે છે. એ પેટને નુકશાન પહોંચાડતું હોય છે. (ખાંડ મીઠાનો ઓછો વપરાશ તબીબોને દૂર રાખે છે )
વર્તમાનમાં થયેલા એક વૈજ્ઞાનિક તબીબી સંશોધન માં બહાર આવ્યું છે કે પ્રાકૃતિક, કાચા કે બાફેલા શાકભાજીનો આહાર, તાજા ફળોનાં રસ આપણને અનેક નાની મોટી બિમારીઓથી દૂર રાખવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે જેઓ ખૂબ જાગૃત છે તેઓ એ ફળોનાં રસને પોતાના આહારમાં મહત્વનું સ્થાન આપ્યું છે, જેનાં ઘણાં આશ્ર્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે. તાજા રસની ચિકિત્સામાં પ્રાત:કાળે મોઢું સાફ કર્યા પછી, ખાલી પેટે, તાજા ફળોના રસનું ખાંડ મીઠું નાખ્યા વિના સેવન કરવામાં આવે છે. આમાં ખાટા ફળો નાં રસ પણ આવી જાય છે. જે વિટામીન સી થી ભરપૂર હોય છે. કાચા રસોનો શરીર પર ખૂબ પ્રભાવકારી અસર પડે છે. ફળોનાં રસમં વિટામીન મિનરલ્સ, ખનિજ તત્વો, પ્રાકૃતિક મિઠાસ ખૂબ માત્રામાં હોય છે. જે ડાયાબિટીસનાં દર્દીઓને નુકસાન પહોંચાડતા નથી. તેઓ તેના સંયમિતમાત્રામાં જરૂર ઉપયોગ કરી શકે છે. શરીરની ચયાપચયની ક્રિયા દરમિયાન જે નિરર્થક તત્વો ઉત્પન્ન થાય છે. શરીરની બધી જ કાર્ય પ્રણાલિયો કાચા રસનાં આહારથી સંતુલિત અને સામાન્ય થાય છે. જેનાં કોષોનું નવસર્જન જલ્દીથી બને છે. રસોનું પાચન સરળતાથી થાય છે. જેના પોષક તત્વો ઝડપથી લોહીમાં ભળી જાય છે. જેના કારણે શરીરનાં પાચન તંત્ર પર કોઇ બોજો નથી પડતો. માટે જ પોતાનાં સ્વાસ્થ્યને સુંદર રાખવા કાચા તાજા રસો નું સેવન કરીને આયુષ્યને સો વર્ષ સુધી લંબાવી શકાય છે.

-પરેશભાઇ અંતાણી રાજકોટ

NO COMMENTS