નરેન્દ્ર મોદી અતુલ્ય ભારત કૈંપેન ના નવા બ્રાંડ એમ્બેસેડર

0
119

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસ્કૃતિ મંત્રાલય ના અતુલ્ય ભારત કૈંપેન ના નવા બ્રાંડ એમ્બેસૈડર બનશે ઉલ્લેખનિય છે કે, પી.એમ. મોદી પહેલા બોલીવૂડ સ્ટાર આમિર ખાન આ કૈંપેન ના બ્રાંડ એમ્બેસેડર હતા. આ કૈંપેન હેઠળ બનનાર વિડિયો માં ભારત ના જુદા જુદા પર્યટન સ્થળો નો પ્રચાર કરતા નજરે ચડશે. સંસ્કૃતિ મંત્રાલયે આ કૈંપેન ના જાહેરાત ફિલ્મ માટે વિચાર માંગ્યા છે. કૈંપેન માટે આમિર ખાનના કરાર પુર્ણ થઇ ગયા છે. જે બીજીવાર ચાલુ નથી રખાયા.
આ અગાઉથી નકકી હતું કે હવે પછી ના વર્ષ માટે પી.એમ. મોદી બ્રાંડ એંબેસેડર બનશે. આા દરમિયાન અમિતાભ બચ્ચનનું પણ નામ ચર્ચામાં હતું. અતુલ્ય ભારત અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય ભારતના પર્યટન સ્થળોનો વિકાસ કરે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS