આતંકીઓના નિશાના ઉપર ભારતીય વેબસાઇટ

0
46

પીઓકે માં સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાક હૈકરોએ એનજીટી ની વેબસાઇટ હેૈક કરી લીધી હતી. તેની સામે ભારતે કાઉન્ટર એટેકમાં પાકિસ્તાનના સરકારી સર્વર ને હૈક કરી તેના ઉપર નિયંત્રણ કર્યું હતું. આ બનાવ પહેલીવાર બન્યો હતો કે ભારતીય હૈકરે સરકારી સર્વર ને હૈક કરી પોતાના નિયંત્રણમાં રાખ્યું હોય. સાઇબર ભાષામાં તેને ઇનક્રપ્ટ કહેવામાં આવે છે. આવનાર સમયમાં હવે સાયબર વોર પણ થઇ શકવાની શકયતાઓ દર્શાવાઇ રહી છે.
આવનારા સમયમાં દેશની ઘણી સરકારી તેમજ મહત્વપૂર્ણ વેબસાઇટો હૈક થઇ જવાની આશંકા જણાઇ રહી છે. કારણ કે ઘણી સરકારી વેબસાઇટો નું સુરક્ષા નબળી છે. આ વાત સાયબર વિશેષજ્ઞો અને ભારતીય હૈકર્સો દ્વારા જણાવવામાં આવી છે. થોડા સમય પહેલા સરકારી વેબસાઇટ પાક હૈકર દ્વારા હૈક કરાઇ હતી. નબળી વેબસાઇટની યાદી સરકારને આપવામાં આવી છે.
હૈકર્સો માટે તે જાણવું અશકય નથી કે કઇ વેબસાઇટ સરકારી નબળી સ્થિતીમાં છે. આ બાબતે સરકાર દ્વારા વેબસાઇટની દેખરેખ માટે એક સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. એક કંપની સુરક્ષા ને લગતું કામ પણ કરી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS