પાકિસ્તાન : હિંદુ મંદિરો તોડવાનો એક વધુ મામલો સામે આવ્યો

0
30
pak : hindu temple broke
pak : hindu temple broke

પાકિસ્તાનમાં હિંદુ મંદિરો તોડવાનો એક વધુ મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના દક્ષિણ સિંધપ્રાંત માં એક હિંદુ મંદર ને કોઇ લોકોએ તોડી નાખ્યું હતું. અહીં ફકત મંદિરમાં તોડફોડ જ નથી કરવામાં આવી, પરંતુ તેમાં રખાયેલી મૂર્તિયોને પણ તોડી પાડવામાં આવી હતી. ઉપદ્રવીએ એટલું જ નહીં મૂર્તિયોને તોડી તેના ટુકડાઓને પાસેથી નીકળતા નાળામાં ફેંકી દિધી હતી. જે પછી ત્યાંનો માહોલ તનાવગ્રસ્ત બન્યો હતો.
ઘટના સામે આવતા ત્રણ અજ્ઞાત લોકો સામે મામલો નોંધાણો હતો. ત્રણ વ્યકિત સામે ઇશનિંદા અને આતંકવાદ નો મામલો નોંધાણો છે. મામલા અંગે સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. ઘટના માં મૂર્તિઓના ટૂકડાને નાળામાં ફેંકી દેવામાં આવેલ ઉપરાંત શુક્રવારે થાટા જિલ્લાના ગારો શહેરમાં આ બનાવ બન્યો હતો. ત્યાંના અખબાર અનુસાર આ ઘટના પછી મામલો નોંધવામાંઆવ્યો છે. જેમાં ત્રણ લોકો સામે એફઆઇઆઇ નોંધી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS