પાકિસ્તાન કોઇપણ સ્થિતી સામે લડવા તૈયાર : રાહીલ શરીફ

0
156

પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફે સોમવારે પોતાની કમાંડરો સાથે બેઠક કરી સ્થિતીની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું કે તેમની સેના સુરક્ષા ને લઇને સંપૂર્ણપણે સતર્ક છે. રાવલપિંડી માં જનરલ શરીફ ની અધ્યક્ષતા માં મળેલ કમાંડર્સ કોન્ફરન્સ માં આંતરીક અને બાહરી સુરક્ષા ની સ્થિતી ઉપર ચર્ચા કરાઇ હતી. તે ઉપરાંત સેના ની કાર્યવાહી કરવા સંબંધી તૈયારી ઉપર પણ ચર્ચા કરાઇ હતી.
સેના એ એક નિવેદન કરી આરોપ લગાવ્યો કે કાશ્મીર માંઉડી માં ભારતીય સૈન્ય ના મુખ્યાલય ઉપર હુમલા પછી ભારત અફવા ફેલાવે છે આવી સ્થિતી માં આપણે સતર્ક છીએ અને પલ પલ ની ઘટનાઓ ઉપર નજર રાખીએ છીએ, આ સ્થિતીમાં પાકિસ્તાનને થનાર અસર ઉપર પડેલ છે.
જનરલ શરીફે જણાવ્યું કે પાકિસ્તાન તૈયારીઓ થી સંતુષ્ટ છે. પાકિસ્તાનની સેના કોઇપણ પ્રકારની પરોક્ષ ખતરા ની નિપટવા તૈયાર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS