પોરબંદર દરિયામાંથી પકડાણી પાકિસ્તાની બોટ

0
148

પોરબંદર: ભારત અને પાકિસ્તાન માં તનાવી વાતાવરણ વચ્ચે પોરબંદર માં એક પાકિસ્તાની નાવ ને કબ્જે કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ નાવ પોરબંદર ના સમુદ્રમાં નજરે આવી હતી. જેને કોસ્ટ ગાર્ડસ દ્વારા પકડી લેવામાં આવી છે. આ નાવ પર નવ વ્યકિત બેઠા હતા. જેની ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા છે.
નાવ માં સવાર ની પુછપરછ કરવામાં આવી છે. હજુ તે સાફ નથી થયું કે આ માછીમાર છે કે કોઇ બીજું ? ઉલ્લેખનિય છે કે, મુંબઇમાં આતંકી હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાન થી આતંકી સમુદ્ર રસ્તે થી જ ભારત આવ્યા હતા. વારંવાર ભારત પાકિસ્તાનના માછીમારો સમુદ્ર સીમા માં ભટકી જાય છે. અને સીમા પાર કરી જાય છે. અને કોસ્ટગાર્ડના હાથે ચડી આવે છે. સવારે 10 વાગ્યાની આસપાસ બોટ સમુદ્રમાં દેખાણી હતી. જાણમાં આવતા બધા માછીમારો લાગે છે. આગળની પૂછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા છે.

NO COMMENTS