આતંકીઓ પાસેથી પાક ના માર્કા વાળા ગ્રેન્ડ મળ્યા

0
79

પાકિસ્તાન પોતાની ધરતી નો ઉપયોગ આતંકવાદી ગતિવિધિયો માટે કરે છે. આ વાત ને ફરી એકવાર સાબિતી મળી છે. ભારતીય સેના ના નોર્દન કમાંડે જણાવ્યું કે નૌગામ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકિયો પાસેથી જે સામાન મળી આવ્યો છે. તેનાથી પાકિસ્તાની સંડોવણી હોવાનું સાબિતી મળે છે. ગુરુવારે નૌગામ સેકટરમાં ઘુસણખોરી ની કોશિષ કરી રહેલા ચાર આતંકીઓ ને સેના દ્વારા એલઓસી ઉપર મારી નખાયા હતા. મુઠભેડમાં માર્યા ગયેલ આતંકીયો પાસેથી પાકિસ્તાનમાં બનેલી દવા અને ખાવાનો સામાન મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઓર્ડિનેસ ફેકટ્રીમાં બનેલ હેંડ ગ્રેનેડ અને યુબીજીએલ ગ્રેનેડ જપ્ત થયા છે. તે ઉપરાંત આતંકીઓ પાસેથી જવલનશીલ પદાર્થ જેમાં 6 પ્લાસ્ટીક એકસપ્લોઝીવ સ્લેબ્સ, 6 બોટલ પેટ્રોલીયમ જેલી, 6 બોટલ તરલ પદાર્થ, લાઇટર જપ્ત કરાયા છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS