પાકિસ્તાન નું કાશ્મીર મુદ્દે ભારતને વાચતીત માટે આમંત્રણ

0
49

પાકિસ્તાને ભારત ને કાશ્મીર મુદ્દે વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાને જણાવ્યું કે આ સમસ્યા નો હલ કરવું તે બન્ને દેશોનું આંતરરાષ્ટ્રીય જવાબદારી છે. પાકિસ્તાનનું આ આમંત્રણ એ સમયે આવ્યું છે જયારે ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે કાશ્મીર મુદ્દા ઉપર ભારત પાકિસ્તાન સાથે કોઇ વાતચીત કરવા નથી માંગતુ. અને કદાચ વાતચીત થશે તો પણ માત્ર ઔપચારીક
પાકિસ્તાન વિદેશ મંત્રાલય ના પ્રવકતા મુજબ ભારતીય ઉચ્ચાયુકત સોમવારે વાર્તાલાપ માટે નિમંત્રણ પત્ર આપવા બોલાવ્યા હતા. પાકિસ્તાન ઉચ્ચાયુકતે ભારતના વિદેશ સચિવ ને પાકિસ્તાન આવવા માટે અને બન્ને દેશો વચે વિવાદ નું મુળ જમ્મુ કાશ્મીર ઉપર વાતચીત કરવા નિમંત્રણ પાઠવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનનું આ નિમંત્રણ રાજનાથસિંહ ના લોકસભામાં ભાષણ પછી આપ્યું છે. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું પાકિસ્તાન કાશ્મીર મુદ્દે કોઇ વાતચીત નહીં થાય. અને થાશે તો પણ ફકત પીઓકે ઉપર જ વાતચીત કરાશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS