નિયંત્રણ રેખા પાસે બંકરો બનાવી રહ્યું છે પાકિસ્તાન

0
75

પાકિસ્તાની સેના એ થોડા દિવસોથી એલઓસી ઉપર પોતાની ગતિવિધીયો વધારી દીધી છે ત્યારે સુત્રોના જણાવ્યાનુસાર જિલ્લામાં નિયંત્રણ રેકા પાર સેના ની હલચલ વધી ગઇ છે. એક તરફ જયાં પાક સેના નિયંત્રણ રેખાઉપર પોતાની ચોકિયા માં સેનીકોની સંખ્યા વધારવાની સાથે મોટી માત્રામાં હથિયારો પણ ભેગા કરી રહી છે.
પાક સેના જિલ્લાના સવાજિયાં સેકટરમાં પોતાના બંકર બનાવવા ના કામમાં તેજી લાવ્યા છે. જેના કારણે સાવજિયાં વિસ્તામાં પાક સેના કોબરા વન પોસ્ટ આસપાસ દરરોજ ત્રણસો ચારસો ખચ્ચર ઉપર સીમેન્ટ અને રેતી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ વિસ્તારમાં 300 જેટલા મજદૂર કામ ઉપર લગાડયા છે. જે દિવસ રાત્રી બંકરો નું કામ આગળ વધારી રહ્યા છે. કોબરા વન ની તરફ ક્ષેત્ર ની અન્ય અગ્રીમ ચોકીયા ઉપર પાક સેના આ પ્રકારની તૈયારીઓ કરી રહી છે.
પાક સેના પહાડો ની ચોટી ઉપર ચોકિયોમાં ડ્રિલીંગ કરીને કોંક્રીટ ડબલ માળ ના બંકર બનાવી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં રાત દિવસ પાક સેના ની ચોકિયો ની આસપાસ સુરાખ કરવાની મશીન ની આવાજ સંભળાઇ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS