ભારતીય સીમા માં અંદર ઘૂસ્યું પાકિસ્તાની ટુ સીટર પ્લેન

0
96

આંતરરાષ્ટ્રીય સીમા ઉપર આરએસ અને અરનિયા સેકટર માં સોમવારે બપોરના સમયે પાકિસ્તાન નું એક ટૂ સીટર વિમાન ભારતીય સીમા નજીક એક કિલોમીટર ના અંતર સુધી ઘૂસી આવ્યું હતું. લગભગ પાંચ મિનિટ સુધી આ પાકિસ્તાની વિમાન ભારતીય સીમા ની અંદર ઉડાન ભરતું રહ્યું હતું.
બીએસએફ દ્વારા આ મામલે પાકિસ્તાની રેંજરો ઉપર વિરોધ દર્શાવ્યો છે. આંતરાષ્ટ્રીય સીમા ઉપર એયર ટ્રાફિક ઉલ્લંઘન નો મામલો બીએસએફ લેખિતમાં ફરિયાદ કરી રહી છે. સોમવારે બપોરે 1.05 મિનિટે આરએસ બીઓપી સંગરાલ પોસ્ટ ઉપર તૈનાત 127 બટાલીયન ના બે જવાનો એ ટુ સીયટર પાકિસ્તાન જોયું હતું. વિમાન લગભગ 350 મીટરનીઉંચાઇ ઉપર ઉડી રહ્યું હતું. આ પોસ્ટની સામે જ એકમદમ પાકિસ્તાનની પોસ્ટ આવેલી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS