પાકિસ્તાનના રક્ષા મંત્રી એ પરમાણુ હુમલાની ધમકી આપી

0
58

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે : ભારત પાકિસ્તાનનું શરુઆતથી જ દુશ્મન રહેલું છે. આ માટે પાકિસ્તાન ભારત ઉપર પરમાણુ હુમલો કરી શકે છે.
જમ્મુ કાશ્મીર માં ઉરી માં સેના ના હેડકવાર્ટરમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ભારત ઉપર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. ત્યારે પાકિસ્તાન ના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે પાકિસ્તાન ભારત ઉપર પરમાણુ હુમલો કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે જો ભારત પાકિસ્તાનના અસ્તિત્વ ઉપર હુમલો કરશે તો ભારતે તેનો અંજામ ભોગવવો પડશે. જયારે પી.એમ. મોદી એ સૈનિકો ઉપર થયેલા હુમલા માં આતંકીઓની નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે દોષિતો ને છોડવામાં નહીં ઓ. દેશ શહિદોના બલિદાન ને હંમેશા યાદ રાખશે. ઉલ્લેખનિય છે કે, બુરહાન વાની ના મોત બાદ કાશ્મીરમાં અલગાવવાદિયો ને હિંસા ભડકાવી હતી. પાકિસ્તાન આ મોકા ને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ઉઠાવવાની કોશિષ કરી હતી.
15 ઓગસ્ટે પી.એમ. દ્વારા બલોચિસ્તાન ની વાત કર્યા બાદ પાકિસ્તાન ના પેટમાં તેલ રેડાણું છે. તાજો હુમલો તેનો અંજામ છે તેવું માનવામાં આવી રહ્યું છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS