પાક ગભરાણું : આતંકી ઠેકાણા બદલી નાખ્યા

0
75

ભારત ની પીઓકે સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાની સેના ટેરર લોંચ પેડસ અને આતંકી કૈંપ ના ઠેકાણા બદલી નાખ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એલઓસી થી દોઢ કિલોમીટર માં સ્થપાયેલા કૈંપો ને હવે પોતાની અંદર ની બાજુ 10 કિલોમીટરની બહાર શિફટ કરી નખાયા છે. એટલું જ નહીં લશ્કર એ તૌયબા ના વડા હાફિઝ સઇદ આતંકી સૈયદ સલાઉદીન ને પણ સેના દ્વારા રક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમને ત્યાંના મિલટ્રી એરીયામાં રાખી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાના કમાંડો તેમની સાદા પોષાક માં તેની રક્ષા કરે છે. બન્નેને લાહૌર બેસ માં રખાયા છે.
જમાત ઉદ દાવા એ મુંબઇ હુમલા ના માસ્ટર માઇંડ હાફિઝ સઇદ અને હિજબુલ મુજાહિદીન સરગના સૈયદ સલાઉદીન ના પાક અધિકૃત કાશ્મીર ના સૈન્ય કેંપો નું નિરીક્ષણ કર્યાની વાત ને નકારી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS