ભૂજ માં પાકિસ્તાની માછીમારો પકડાયા

0
23

સીમા સુરક્ષા દળ (બીએસએફ) ગઇકાલે બુધવારે ગુજરાત ના ભૂજ ના ક્રિક વિસ્તામાં નવ પાકિસ્તાની માછીમારો ને પકડયા છે. પ્રાપ્ત માહિતી મુજબ બીએસએસ દ્વારા દરિયામાં લાકડાની એક બોટ જોઇ હતી.
સુરક્ષા દળે માછીમારો ને પડકર્યા અને તેને ચૌહાન નાળા પાસે લગભગ જી-43 પીલર પાસે પકડયા સુત્રોના જણાવ્યાનુસાર પાકિસ્તાની નાગરિક ની પૂછપરછ કરવામાં આવી જેમાં માછલી પકડવા નો સામાન છોડી કંઇપણ આપતિજનક વસ્તુ મળી નથી આવી. પાકિસ્તાની બોટ એવા સમયે પકડાણી છે કે જયારે ભારત પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતી છે. તનાવ બાદ ભારતમાં સીમા ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS