મુસ્લિમ વેપારીઓએ પાકિસ્તાની પ્રોડકટ નો બહિષ્કાર કર્યો

0
101

વડોદરા : ઉરી હુમલા બાદ વિરોધ પ્રદર્શન રુપે ગુજરાતના વડોદરા ખાતે વેપારીઓએ પાકિસ્તાની પ્રોડકટનો બહિષ્કાર કર્યો હતો. ગઇકાલે રવિવારે મુસ્લિમ ટ્રેડ એસો. દ્વારા પાકિસ્તાન દ્વારા નિર્મિત પ્રોડકટ નો બહિષ્કાર કરતા ખરીદી અને વહેંચાણ ન કરવા નિર્ણય લીધો હતો. પાકિસ્તાન થી આયાત કરેલા કોઇપણ પ્રોડકટ મહેંદી, મસાલા, પરફયુમ મુખ્ય છે.
મુસ્લિમ વેપારીએ ના એક સમુહ દ્વારા રેલી કાઢી પાકિસ્તાની પ્રોડકટને અગ્નિદાહ આપ્યો હતો. વેપારીઓએ અન્ય વેપારીઓને પણ બહિષ્કાર કરવા અપિલ કરી હતી. તહેવારોમાં પાકિસ્તાની પ્રોડકટનો ઉપયોગ વધુ થાય છે. જેનો બહિષ્કાર કરપવા જણાવ્યું હતું.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS