પરશુરામ ધામ ખાતેનો દસ્તાવેજ અર્પણ વિધિ કાર્યક્રમ સંપન્ન

0
77
parshuram dham-limbdi
parshuram dham-limbdi

(મનોજભાઇ પંડયા દ્વારા )
સુરેન્દ્રનગર : લીંબડી પાસે નવનિર્મિત અમદાવાદ હાઇવે ઉપર નિર્માણ પામી રહેલા ભગવાન પરશુરહામ ધામ તેમજ શ્રી શંકરાચાર્ય નગરમાં મકાન લેનાર બ્રાહ્મણ પરિવારોના મકાનોના દસ્તાવેજ અર્પણ વિધિનો કાર્યક્રમ તા. 18-06-2017 ના રવિવારના રોજ મેડિકલ હોલ ખાતે પ.પૂ. સ્વામી શ્રી મુદિતવદનાનંદજી (આનંદ આશ્રમ, નડીયાદ) ના પ્રમુખ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિરેન્દ્રભાઇ આચાર્ય, કે.સી.દવે, વિક્રમભાઇ દવે વગેરે ટ્રસ્ટીઓ તેમજ મકાન માલિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીના હસ્તે દસ્તાવેજ ની સોંપણી કરવામાં આવી હતી.
બ્રહ્મ પરિવાર માટે અમદાવાદ હાઇવે લિંબડી પાસે એક નયનરમ્ય વાતાવરણ વચ્ચે શ્રી પરશુરામ ધામ આકાર પામી રહ્યું છે. આ તકે બ્રહ્મપરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

NO COMMENTS