ભૂદેવ સેવા સમિતિ દ્વારા પરશુરામ ચેતના યાત્રા યોજાઇ

0
82
parshuram shobha yatra -rajkot
parshuram shobha yatra -rajkot

રાજકોટ : ભૂદેવ સેવા સમિતિ દ્વારા અખાત્રીજના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામ જન્મ જંયતી નિમિત્તે આધ્યાત્મિક વાતાવણ અને બ્રાહ્મણ યુવાનો એક તાંતણે બંધાય તેવા ઉમદા ઉદેશ સાથે ભૂદેવ સેવા સમિતિ દ્વારા એક નવીજ પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરુપે પરશુરામ જયંતીના દિવસે પંચનાથ મહાદેવ મંદિરેથી પરશુરામ ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મસમાજના યુવાન યુવતીઓ આ ચેતના યાત્રામાં જોડાયા હતા.
આ યાત્રામાં સૌ પ્રથમ વખત બ્રહ્મસમાજના 51 બહેનોએ સાફા બાંધી હાથ પર ફરશી પકડી ચેતના યાત્રાનું પાઇલોટીંગ કરેલ હતું. આ યાત્રામાં પપ1 ટુ વ્હીલરો, 25 ફોર વ્હીલરો સાથે આ ચેતના યાત્રા નું પ્રસ્થાન કરવામાં આવેલ જે શહેરના રાજમાર્ગો ઉપર યાત્રા ફરી હતી. આ યાત્રા માં ખાસ પરશુરામ ભગવાન નું આબેહુપ રુપ ધારણ પ્રણવ પ્રશાંતભાઇ પંડયાએ કરી શોભાયાની શોભામાં અભિવૃધ્ધિ કરેલ હતી.
આ સમગ્ર રેલીને સફળ બનાવવા માટે ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસ ત્રિવેદી, નિશાંત રાવલ, માનવ વ્યાસ, વિકિ ઠાકર, દિલીપ જાની, અર્જુન શુકલા, જે.ડી. ઉપાધ્યાય, કપીલ પંડયા, પ્રશાંત ઓઝા, પ્રકાશ ઠાકર, મયુર વોરા, પરાગ મહેતા, નિરવ ત્રિવેદી, વિશાલ ઉપાધ્યાય, રાજ દવે, જય ત્રિવેદી, અશોક મહેતા, નિલાંગ મહેતા, પ્રશાંત વ્યાસ, યજ્ઞેસ દવે, વિશાલ ઠક્કર, ચિરાગ ઠાકર,પરેશ રાવલ, પ્રેરક રાવલ એ સફળ જહેમત ઉઠાવી હતી.

NO COMMENTS