GST: હોટલમાં રહેવું-મોબાઇલ ખરીદી મોધું : મલ્ટીપ્લેકસ ટીકીટ સસ્તી

0
51
passage of the GST Bill
passage of the GST Bill

શ્રીનગર માં આયોજીત જીએસટી કાઉંસીલ ની બેઠકમાં બીએસટી ના દરો ને આગામી 1 જુલાઇ છી લાગુ કરવાની મંજૂરી અપાઇ છે. આ ક્રમમાં ટેકસ સ્લેબ 5,12,18128 ટકા ના ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
બેઠક દરમિયાન પત્રકારો ને માહિતી આપતા વિત્તમંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે જીએસટી કાઉંસીલ ની 15 મી બેઠકમાં આગામી 3 જૂન ના રોજ આયોજીત કરાશે. વિત્તમંત્રી એ જણાવ્યું કે જીએસટી કાઉંસીલ ની બેઠકમાં થયેલા નિર્ણય અનુસાર શિક્ષણ એ સ્વાસ્થ્ય વિભાગમાં ટેકના સ્લેબની બહાર રખાયું છે. આ સેવા ઉપરાંતની અન્ય વધારાની અન્ય બધી સેવાઓ ઉપર ના દરો ચાર સ્લેબમાં વિભાજીત કરાયા છે. આ ક્રમમાં ટ્રાંસપોર્ટ્ર સર્વિસ ઉપર ટેકસ ના દરો પ ટકા હશે. તે સાથે રેલ્વે અને હવાઇ માર્ગ માં સામાન મોકલાવા ઉપર પ ટકા ટેકસ ચાર્જ લાગશે.
ટેલીકોમ સેવા ના ક્રમમાં ફોન ના બિલ ઉપર 18 ટકા ટેકસ લગાવાશે. ટૂરીઝમ સેકટરમાં આમ જનતા ને થોડી રાહત થશે. 1000 રુપિયાથી ઓછું ભાડું વાળા હોટલો ને ટેકના દાયરાથી બહાર રખાયેલ છે.
જયારે 1000-2500 રુપિયા ના ટેરિફ વાળી હોટલો ઉપર 12 ટકા, 2500-પ000 રુપિયા ના ટેરિફ વાળી હોટલો ઉપર 18 ટકા અને 5000 થી ઉપર વાળી ટેરીફ ઉપર હોટલોને 28 ટકા ટેકલ લગાવાશે. હવાઇ યાત્રાને પ્રોત્સાહન આપવાની કોશિશ માં સરકાર ના દરેક પગલા અંતર્ગત ઇકોનોમી કલાકમાં હવાઇ યાત્રા ઉપર પ ટકા અને બિઝનેશ કલાસમાં યાત્રા ઉપર 12 ટકા જીએસટી લાગશે. તે સાથે ઓલા અને ઉબર જેવી ટેકસી સર્વિસ ઉપર 5 ટકા ટેકસ લાગશે. જયારે સોના ઉપર કેટલો ટેકસ લાગશે તે વિષય ઉપર 3 જૂન ના રોજ મળનારી બેઠકમાં નકકી કરવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS