પાસપોર્ટ માં પિતા ના નામનો ઉલ્લેખ જરૂરી નથી : હાઇકોર્ટ

0
54

હાઇકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે પાસપોર્ટ ઓથોરીટી યાત્રા દસ્તાવેજ, પાસપોર્ટ માં આવેદનકર્તા ના પિતા નું નામ નો ઉલ્લેખ કરવા માટે મજબૂર ન કરી શકે. અદાલતે જણાવ્યું કે, પાસપોર્ટમાં પિતા નું નામ નો ઉલ્લેખ કરવો કોઇ કાનૂની રીતે આવશ્યક નથી.
ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા એ મે માસમાં આ મુદ્દા ઉપર નિર્ણય નો હવાલો દેતા જિલ્લા પાસપોર્ટ કાર્યાલય ને નિર્દેશ કર્યો કે તે પાસપોર્ટમાં પિતાના નામ ઉલ્લેખ કર્યા વગર પાસપોર્ટ ઇસ્યુ કરે. અદાલતે જણાવ્યું કે જિલ્લા પાસપોર્ટ ઓફિસ દ્વારા આવેદક યુવક ના પાસપોર્ટ નવીનીકરણ માટે જીવિત પિતાનું નામ ઉલ્લેખ નહીં કરવા ઉપર પાસપોર્ટ ઇસ્યુ ન કરવાનો નિર્ણય ખોટો છે. પાસપોર્ટ વિભાગે એક આવા કિસ્સામાં પાસપોર્ટ રદ કર્યો હતો. અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું કે આ બાબતને તુરંત પાસપોર્ટ ઓફિસ પોતાના સોફટવેરમાં ઝડપથી સુધારો કરી લે. પિતાના નામ વગરની અરજીઓ સ્વિકાર કરશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS