ભારત ના અમીર લોકોની યાદીમાં બાલકૃષ્ણ પતંજલી ને સ્થાન

0
175

યોગગુરુ બાબા રામદેવ ની કંપની પતંજલિ આયુર્વેદ ના પ્રમોટર આચાર્ય બાલકૃષ્ણ દેશ ના ટોપ અમીરો માં શામેલ થયા છે. હુરુન ઇંડિયા રિચ લિસ્ટ-2016 માં રામદેવ ના સૌથી વધુ વિશ્ર્વાસપાત્ર બાલકૃષ્ણ ને 25 મું સ્થાન ઉપર રખાયા છે. તેની કુલ સંપતિ 25,600 કરોડ જણાવાઇ છે. વર્ષ 2016 માં એફએમસીજી સેકટર માં લગભગ 11 ટકા ગ્રોથ જોવાણો છે. પતંજલી તેજી થી આ સેકટરમાં આગળ વધી રહ્યું છે અને અન્ય મલ્ટીનેશનલ કંપનિયો ના માર્કેટ શેર ઓછા કરી દીધા છે. પતંજલી નું રજીસ્ટર્ડ થયેલું ટર્ન ઓવર 5000 કરોડ છે. આવતા વર્ષે ટર્નઓવર દસ હજાર કરોડ પહોંચવાની સંભાવના છે. એફએમસીજી સેકટરમાં ડાબરના આનંદ બર્મન સૌથી અમીર આદમી છે. તેની સંપતિ 41,800 કરોડ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS