પતંજલી જીન્સ બજારમાં આવશે : સોશિયલ મિડિયા પર ઉડી મજાક..!

0
101

બાબા રામદેવ ની સંસ્થા પતંજલિ દ્વારા હવેથી જીન્સ બજારમાં મૂકવાની જાહેરાત કરી હતી. આવી જાહેરાત બાદ સોશિયલ મિડિયા ઉપર તરેહ તરેહની કોમેન્ટ અને તેમના ઉપર મજાકા ઉડાડવામાં આવી હતી. લોકો જુદા જુદા પ્રકારની ઇમેજ પતંજલિ ના સંસ્કારી જીન્સ ના રુપમાં રજૂ કરી રહ્યા છે.
રામદેવ ની આ જાહેરાત બાદ લોકોએ મજાકના રુપમાં પતાંજલી જીન્સ ની ટવિટર ઉપર વિવિધ પ્રકારે મજાક ઉડાડી હતી. ટવિટર ઉપર એક જગ્યાએ તો બાબા રામદેવ જીન્સ અને ધોતી પહેરીને દેખાડયા છે. અને કહેવાયું છે ધોતી થી લઇને જીન્સ સુધી બધુ મળે છે. પતંજલીનું હાલમાં ટર્નઓવર 5 હજાર કરોડ છે. પતંજલી હવે કપડામાં પણ પગ પેસારો કરશે. પતંજલી આ વર્ષના અંત સુધીમાં સ્વદેશી જીન્સ રજૂ કરશે. લોકોએ ટવિટર ઉપર જીન્સનું નામકરણ પણ કરી દીધું છે. ! જેમ કે.. ભસ્મ ગ્રે, નીલકંઠ બ્લૂ., સૈફરોન બાબા, કાલી બ્લેક, જેવા વિવિધ નામો પણ અપાઇ ગયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS