હરસ-મસા નો અક્ષીર ઘરગથ્થુ ઉપચાર

0
5212

– તલ વાટી માખણમાં ખાવાથી હરસ મસા મટે છે.
– સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ મસા મટે છે
– સવારે નરણે કોઠે એક મૂઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
– સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ મસા મટે છે.
– કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ મસા મટે છે.
– મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી, ગાળી, પીવાથી હરસ મસા મટે છે.
– ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ મસા મટે છે
– કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ મટે છે.
– ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
– એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ મસા મટે છે.
– ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
– ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
– કાંદાના નાના ટૂકડા કરી તડકામાં સૂકવી, તેમાંથી એક રુપિયાભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડાં કાળા તલ અને સાકરનું ચૂર્ણ નાખી સવારે ખાવાથી સાકર મટે છે.
– કોથમીરને વાટી, ગરમ કરી, પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે
– જીરાને વાટી, તેની લૂગદી કરીને બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખૂબ દૂ:ખતા મસા અંદર જાય છે.
– ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે.
– મસૂરની દાળ, રોટલીને છાશ રોજ ખાવા તેમ જ દાળમાં ઘી અથવા માખણ નાખી ખાવાથી તેમ જ મરચું અને ગરમા ગરમ મસાલા વગરનું ખાવાથી દૂઝતા મસા મટે છે.
– કોકમના ફૂલનું ચૂર્ણ દહીંની મલાઇ સાથે મેળવી, જરાક ગરમ કરી દિવસમાં ત્રણ વાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
– જીરાને શેકીને તેમાં સરખે ભાગે કાળાં મરી તથા સિંધવ મેળવીને જમ્યા પછી લેવાથી હરસ મટે છે.
– જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ મસા મટે છે.
– ગરમ દૂધ સાથે 1-2 ચમચી દિવેલ પીવાથી હરસની પીડા મટે છે. અને ગુદા પર થતા ચીરા મટે છે.
– કોકમની ચટણી દહિંની મલાઇ સાથે ખાવાથી દૂઝતા હરસ મટે છે.
– હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી, ગાયના ઘીમાં પીસી, હરસ મસા પર લેપ લગાડવાથી હરસ મસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે.
– મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઇ જાય છે.
– ફીશર ગુદા માર્ગમાં વાઢિયા થયું હોય તો સવારનો પહેલો પેશાબ થોડો જવા દઇ બાકીનો એક વાસણમાં લેવો. જેટલો પેશાબ હયો તેટલું પાણી ઉમેરી દિવસમાં ત્રણવાર પિચકારી વડે ગુદા માર્ગેથી પેશાબ ચઢાવવો અને દસેક મિનીટ ઊંધા સૂઇ રહેવું. અઠવાડિયામાં ફીશર મટી જશે.

NO COMMENTS