પિતૃત્પર્ણ કરવા લોકોની ભીડ ઉમટી

0
63

(શાંતિલાલ મેવાડા -માધવપુર (ઘેડ) )

માધવપુરમા શ્રાવણી અમાસના દિવસે વહેલી સવારથી પીપળે પાણી રેડવા અને પિતૃત્પર્ણ કરવા લોકોની ભીડ ઉમટી પડી હતી
પોરબંદર તાલુકાના માધવપુર ગામે આજે શ્રાવણી અમાસના દિવસે અહીં શહેરના પાદરમાં ડૉ.આંબેડકર ચોકની બાજુમાં આવેલા બ્રહ્મકુંડમા અને શહેરથી દોઢેક કીમી દુર આવેલ મધુવન જંગલમાં આવેલા ઐતિહાસિક કદંબકુંડમા પિતૃત્પર્ણ કરવા અને પીપળે પાણી રેડવા વહેલી સવારથી શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને લોકોની ભારે ભીડ જોવા મળી હતી  આમતો શ્રાવણ માસના આખરી દિવસોમાં છેલ્લા ત્રણેક દિવસથી માધવપુરમા પીપળે પાણી રેડવાનો છીલ્લછીલ્લો શરૂ થયો છે અને આજે શ્રાવણ માસના આખરી શ્રાવણી અમાસના દિવસે માધવપુરમા બન્ને સ્થળે આવેલા શહેરના પાદરમા આવેલ બ્રહ્મકુંડ અને મધુવનમા આવેલા કંદબકુંડ ખાતે પિતૃત્પર્ણ કરવા માટે તેમજ પિપળે પાણી રેડવા આજે વહેલી સવારના ચાર વાગયાથી ભાવિકોની ભીડ જુટી હતી અને દિવસના દશ વાગ્યા સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી
અહેવાલ :- શાંતિલાલ મેવાડા
માધવપુર

NO COMMENTS