શ્રધ્ધાપૂર્વક થાય એજ સાચું શ્રાધ્ધ

0
293

( જસ્મીન દેસાઇ (દર્પણ)- રાજકોટ)

આપણા શાસ્ત્ર અને પંચાગ મુજબ અનેક તહેવારો દ્વારા દેવ દેવીઓનો પર્વ ઉજવાય છે. આ મુજબ જયારે આપણા સદગત વડિલો પણ દેવ કહેવાય છે જેથી કહેવાય છે કે પિતૃ દેવો ભવ : આથી આ ભાદરવા સુદ 1-15 અને અમાસના દિવસો દરમિયાન આપણા સદગત વડિલો દેવને યાદ કરીને આપણે આપણા જે શ્રાધ્ધ કર્મકાંડ, દાન પૂણ્ય, બ્રાહ્મણોને ભોજન વગેરે કાર્ય કરીએ છીએ. એ શ્રાધ્ધ આથી આવા સદ્ગત વડિલોને શ્રધ્ધાંજલિ આપવાના આ દિવસો ભારતીય શાસ્ત્રો સંસ્કાર મુજબ અતિ મહત્વના છે. વિ.સં. 2072 ના આ વર્ષના દિવસો તા. 02-09-16 શુક્રવાર થી પ્રારંભ થાય છે.
જે તિથિએ આપણા સદગત થયાએ શ્રાધ્ધની તિથિ ગણાય.
સદ્ગત વડિલોના પુત્રો શ્રાધ્ધ કરી શકે છે. તો સદ્ગત પિતાનું શ્રાધ્ધ તેના દેવ થયાના ત્રીજે વર્ષ તેની પુત્ર-પુત્રીઓ પડવો નામે શ્રાધ્ધ કરી શકે છે. અર્થાત શ્રાધ્ધ કરવું જોઇએ જો સદ્ગતને કોઇ પુત્ર ન હોય તો તેની પત્નિ પણ તેનું શ્રાધ્ધ કરી શકે છે. આ વિશે હંમેશ એક મંત્ર પિતૃ પિતૃભ્ય નમ : 21 વખત ઉચ્ચારવો જોઇએ.
આપણા ઉપર ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. જેમ કે, દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ આમાંથી દેવ અને ઋષિઓના આપણાં ઉપર ઋણ છે એ તો અનન્ય છે પરંતુ એવી ચર્ચા અહીં કરવી અપ્રસ્તુ છે પરંતુ એવો અનન્ય પિતૃ ઋણ વિશે ટૂંકમાં અહીં ચર્ચા કરીશું.
આપણા વડિલોના આપણા ઉપર કેટકેટલા ઉપકાર છે એ આપણે જાણીએ છીએ. આપણને મહામૂલો માનવ જન્મ આપી પાળ્યા પોષયા, ભણાવ્યા, ગણાવ્યા, દુનિયાની રંગભૂમિ ઉપર ખેલ કરાવ્યા તૈયાર કર્યા. આથી તેને આમ તો હર હંમેશ તેના કરેલા ઉપકારને યાદ રાખવાના છે પરંતુ આ શ્રાધ્ધના દિવસોમાં તેને શ્રધ્ધાંજલિ આપવાનો ખાસ મહિમા છે. આ એક તર્પણ છે. આપ છતાં આપણે એ જીવીત હતા ત્યારે બરાબર સાચવ્યા ન હોય અપમાનત કર્યા હોય, વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય વગેરે તો તેના સંતાનોએ તેમનું શ્રાધ્ધ કરવું વ્યર્થ છે એથી એવો ડોળ કરવા આથી શ્રાધ્ધ દ્વારા જે તેઓના આત્માની તૃપ્તિ કરવાની જે ભાવના છે એનો કોઇ અર્થ રહેતો નથી. એવાં સંતાનોને શ્રાધ્ધ કરવાનો એ રીતે પિતૃઓની આત્માઓની તૃપ્તિ કરવાનો શાસ્ત્ર હકક આપતું જ નથી.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણા સદ્ગત વડિલો શ્રાધ્ધના દિવસે આપણા પરિવારમાં આ રીતે દરેક વર્ષે આવે છે આથી આ દિવસોમાં તેની તૃપ્તિ કરવી જોઇએ. આથી શ્રાધ્ધ કરવા સાચા કર્મ કાંડી બ્રાહ્મણ દ્વારા વિધિ કરવી જોઇએ. વળી કાગડો આપણા પિતૃનો સચોટ પ્રતિનિધી છે આથી તેને મીષ્ટાન ખવડાવવું જોઇએ આમ જો કે કાગડા બહુ ઓછા જોવા મળે છે. આખું વર્ષ માંસાહારી હોય છે એ શ્રાધ્ધના દિવસોમાં શાકાહારી થઇ જાય
છે ! આપણે જેને કાગવાસ કહીએ છીએ શબ્દ મૂળ સંસ્કૃતના શબ્દ કાગવાયસ એટલે કાગડાનું અપભ્રંશ છે. વળી એક કથા એવી છે કે પતંજલિ યોગની વિદ્યા મુજબ પક્ષીઓની ભાષા સમજવા જાણવા અર્થે વિભુતિપાદનું સુત્ર છે આથી જયારે બલિરાજાએ પોતાના આખા શરીરનું દાન કરી દીધું જેના ઉપરથી મહા ત્યાગને બલિદાન કહેવાય છે હતું ત્યારબાદ તેના મૃત્યુ બાદ શ્રાધ્ધક્રિયા તેની સંતુષ્ટિ અર્થે જે કરવાની હતી તેમાં સઘળાં પક્ષીઓને આ વિભૂતિપદ ના સુત્ર મુજબ બોલાવી જોયા જેમાં આ ભાષા માત્ર કાગડો જ સમજી શકયો હતો ત્યારથી આ કાગડાને કાગવાસ આપવામાં આવે છે. જો કે એવું પણ માનવામાં આવે છે વડિલોના અવસાન પચી જે પીંડદાન કરવામાં આવે છે એ પીંડને જો કાગડો આવીને સ્પર્શ કરે તો આપણા વડિલો સ્વર્ગે ગયા છે એમ માની શકાય છે. છેવટે આપણે સદગતની તિથિ મુજબ આ શ્રાધ્ધ કરાય છે. સૌભાગ્ય વતી બહેનોનું નોમે અને અમાસની તિથિ હોય તેમણે આગલા મહિનાની અમાસ 30 અમાસે શ્રાધ્ધ કરવું જોઇએ. આ દિવસે બ્રાહ્મણ, પશુ, ગરીબોને વિવિધ પ્રકારનું દાન કરી પ્રભુ પાસે ભકિત કરી વડિલોને આશિષ માંગવા.

– જસ્મીન દેસાઇ (દર્પણ )
નિલમય, સહકારનગર મેઇન રોડ
મહિલા કોલેજ પાછળ,રાજકોટ
રાજકોટ મો. 94283 49812

NO COMMENTS