નરેન્દ્ર મોદી અને જયોતિષ શાસ્ત્ર

0
791

ચલિત કુંડળીમાં મંગળ લગ્ન આવે છે. જેથી આતંકવાદીઓ સામે ગમે ત્યારે કડક વલણ અપનાવે.

mkundliશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ તુલા લગ્નમાં થયો છે. વડનગરના આ મહાપુરુષને ભારતદેશના સિંહાસન પર રાજયાભિષેક કરાવવામાં તેમની જન્મ કુંડળીમાં આવેલા ગ્રહોનો પણ સિંહફાળો છે. શ્રી નરેન્દ્રમ મોદીની કુંડળીમાં આવેલા ગ્રહોનો મુખ્ય ફાળો છે. શ્રી નરેન્દ્ર મોદીની કુંડળીમાં લગ્નેશ શુક્ર કુંડળીના યોગકારક ગ્રહ શનિ સાથે લાભ સ્થાને બિરાજમાન છે. અને આ એક અદભુત મહાયોગ છે. આ યોગના કારણે આજે નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બની શકયા. શ્રી નરેન્દ્ર મોદી કાયમ નિષ્પક્ષ અને ન્યાયપ્રિય છે. આ બંને ગ્રહો ઉપર ગુરુની દ્રષ્ટિ તેમના બળ અને વહીવટી કુશળતામાં વધારો કરે છે. તુલા લગ્નમાં દસમે આવેલા પ્લુટો તેમની રાજકિય કારકિર્દી અને જીવનમાં મોટા ચમત્કારીક પરિણામો આપવાની ક્ષમતા ધરાવે છે. કયારેક તેમની રાજકિય કારર્કિદીમાં ધક્કો આવે તો પાછા બેઠા થઇ શત્રુઓને આસાનીથી પરાસ્ત કરે છે. તેમની જન્મકુંડળી બારમે આવેલા સૂર્ય, બુધ, કેતુ અને નેપચ્યુનને કારણે કયારેક તેમને અવનવા આરોપનામાં આક્ષેપો તરફ ઢસડે છે. આ યોગને કારણે જયાં પણ કોઇ પણ પ્રાંત કે દેશની ચૂંટણીઓ આવે ત્યાં કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ દ્વારા ન્યાયતંત્રનો સહારો લઇ તેમના વ્યકિતત્વને હાનિ પહોંચાડવાનો કોશિશ કરવામા આવે છે.
પરંતુ શ્રી નરેન્દ્ર મોદીના ગ્રહો અર્જુનની માફક સર્જાય છે. શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમભાવ, લગ્નસ્થાન કુલ 21 બિંદુઓ આવેલા છે. આ એક મહાપુરુષના નિર્દેશ છે. ભારતના વડાપ્રધાન બનવા કરતા તેઓને લોકોની સેવા કરવામાં વધારે ઉત્સાહ છે. ચલિત કુંડળીમાં મંગળ લગ્ન આવે છે. જેથી ભ્રષ્ટાચાર, આતંકવાદીઓ સામે ગમે ત્યારે કડક વલણ અપનાવે. ગુરુનું શનિની કુંભ રાશીમાં શનિની દ્રષ્ટિ તેમની ત્યાગવૃતી વ્યકિતત્વનો પરિચય કરાવે છે.
શ્રી મોદીજી માટે અદભુત સમયની શરૂઆત ગણાય. મોદીજીની કુંડળી એક ઐતિહાસીક અને ક્લ્યાણકારી કુંડળી સાબિત થાય છે. એક અટલ નેતૃત્વ અને વહિવટી કુશળતાએ તેમને દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચાડયા છે. ગુજરાતનું ગૌરવ છે કે એક ગુજરાતી દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા અને દેશની સેવા કરવાનો કાર્યભાર સંભાળ્યો.

(જયોતિષાચાર્યના કહેવા મુજબ)

NO COMMENTS