અક્ષરવાસી પ્રમુખ સ્વામીના દર્શને પી.એમ. મોદી

0
100

પ.પૂ. પ્રમુખસ્વામી બ્રહ્મલીન થતા તેમના દર્શનાથે ે પી.એમ. મોદી હાલમાં અમદાવાદ એરપોર્ટ થી સાળંગપુર ખાતે પહોંચી ગયા છે ત્યારે હેલીકોપ્ટર દ્વારા મોદી પ્રમુખ સ્વામીના દર્શનાર્થે પહોંચ્યા છે ત્યારે સાળંગપુર તેમજ બોટાદ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગઇકાલે સુરક્ષા એજન્સીએ મોકડ્રીલ પણ કરી હતી. મોદીના આગમનના કારણે અન્ય ભકતો માટે દર્શન બંધ કરી દેવાયા છે. પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરી મોદી પરત ન ફરે ત્યાં સુધી દર્શન બંધ કર્યા છે ઉપરાંત દર્શન દરમિયાન બીએપીએસના વડા સાધુ સંતો તેમજ સુરક્ષા કાફલો હાજર રહ્યો હતો. પી.એમ. મોદી માટે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યું છે. પી.એમ. મોદીના સ્વાગત માટે વિજયભાઇ રુપાણી, ભીખુભાઇ દલસાણીયા, જીતુભાઇ વાઘાણી સાળંગપુર ખાતે પહોંચ્યા છે.

NO COMMENTS