મોદી-અમિતાભ બચ્ચન ને આમંત્રણ : બદબૂ ગુજરાત કી મહેસુસ કરો

0
96

ગુજરાત ના ઉના દલિત પીડિત મામલે હવે અભિનેતા અમિતાભ બચ્ચન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નિશાનો સાધ્યો છે. ઉલ્લેખનિય છે કે, દલિત સમાજે નિર્ણય કર્યો છે કે તે પોસ્ટકાર્ડ લખી અભિયાન ચલાવશે. ગુજરાત રાજય પર્યટન વિભાગ ના અભિયાન ખુશ્બુ ગુજરાત કી ના જવાબમાં બદબૂ ગુજરાત ની કંપેઇન શરુ કર્યું છે.
ઉના દલિત અત્યાચાર લડત સમિતિ બદબૂ ગુજરાત કી ના શિર્ષક સાથે હજારો પોસ્ટકાર્ડ અમિતાબ બચ્ચન અને પ્રધાનમંત્રી ને મોકલશે. અને તેમાં ગુજરાત ના પ્રવાસે આવી અહીંની હાલત ની સ્થિતી ને અનુભવવા અપિલ કરશે. પીડિતોએ જણાવ્યું કે : ઉનાકાંડ પછી તેઓએ મરેલ પશુઓને ઉપાડવાનું બંધ કરી દીધું છે. તે માટે હવે અમિતાભ બચ્ચન અને પી.એમ. મોદી ગુજરાત આવી ચારેતરફ ફેલાયેલી બદબૂ ને મહેસુસ કરવી જોઇએ.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS