પી.એમ. મોદી નો જન્મદિવસ સેવા દિવસ તરીકે મનાવવા નિર્ણય

0
74

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર આવતીકાલે તેમના જન્મદિવસ ને સાદાઇ પૂર્વક ઉજવી તે આખો દિવસ તેમની કર્મભુમી ગુજરાત રાજયમાં કાઢશે. પરંતુ સરકાર અને ભાજપ તેમના જન્મદિવસને એક સેવા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. જન્મદિવસે કોઇપણ જાતની જાકજમાળ, ભપકો ન કરવા નિર્દેશ કર્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક પત્ર પાઠવી જણાવવામાં આવ્યું છે કે કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડવા, મિઠાઇઓ વહેંચવી, બેનર, પોસ્ટર લગાડવા થી દૂર રહે, નાયડૂ દ્વારા એક સેવાની યાદી મોકલેલ છે. જેમાં સેવા, સમર્પણ, સંકલ્પ, સંપર્ક અને સંયોજન થી જોડાયેલા કાર્ય કરવાનો આગ્રહ રાખ્યો છે. સેવા દિવસ માં એવી કોઇ પ્રવૃતિ કરવાનો નિર્ધાર કરાયો છે કે જેમાં શ્રમ યોગદાન અને સમર્પણની ભાવના રહેલી હોય એટલે કે સાદી અને સરળ રીતે ગુજરાતમાં પી.એમ. નો જન્મદિવસ ઉજવવા એક પત્ર પાઠવી લોકોને જણાવવામાં આવ્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS